________________
૫૪
કાવ્યાનુશાસન કે, પરિચયને કારણે અર્થ સ્કુટ થવાનું “પ્રગતિથી જ સંભવે અને વક્તા બાળક હોવાથી રેફનો ઉચ્ચાર થયો નથી અને “પતિ' બોલાયું છે. વૈર્ય તૂટવાની અને અસ્કુટત્વની વાત પણ તેનાથી જ સિદ્ધ થાય છે. ફક્ત બાળક હોવાથી અશક્તિને કારણે રેફ ઉચ્ચારિત થયો નથી. આથી ભગ્નક્રમ થતો નથી.
આ પછી અનન્વિતત્વ દોષની આચાર્ય ચર્ચા કરે છે. તેનું લક્ષણ આપતાં તેઓ નોંધે છે કે, પદાર્થોનો પરસ્પર સંબંધ ન હોવો એ થયું અનન્વિતત્વ. મમ્મટે આને જ “અભવન્મતસંબંધ” એ નામે વિચાર્યો છે. મહિમાએ કરેલી વાચ્યાવચન અને અવાચ્યવચનદોષની ચર્ચાનો કેટલોક અંશ આચાર્ય અહીં સમાવે છે. ઉદાહરણ ટાંકતાં આચાર્યશ્રી નોંધે છે કે, “દઢતનવદમુ0' વગેરે (શ્લોક ૨૭૬, એજન) ઉદાહરણમાં જો “મ'કાર સન્નિવેષ-લક્ષણ, એટલે કે, આકૃતિના અર્થમાં અભિપ્રેત હોય તો, તે તો પરસ્પરના પરિહારની સ્થિતિવાળા બે પદાર્થોની બાબતમાં સિદ્ધ જ છે. તેથી તેનો ઉલ્લેખ જરૂરી નથી. હવે જો ‘મા’ એ અક્ષર વિશેષરૂપે અભિપ્રેત હોય તો તે ખાસ શબ્દમાં રહેનારો હોવાથી અર્થ વિશે સંભવતો નથી. તેથી અહીં “મનવતત્વ' દોષ આવે છે.
આ જ રીતે, “નિર્ધાતો' (શ્લોક ૨૭૭,એજન) વગેરે ઉદાહરણમાં પણ આ દોષ આવે છે. મહિમા અહીં વાચ્યાવચન દોષ સમજાવે છે. તેમના શબ્દો, જેવાને તેવા, લઈને જ આચાર્ય અહીં “અનન્વિતત્વ' બતાવે છે, તે આ પ્રમાણે – (વૃત્તિ, શ્લોક ૨૭૭ ઉપર, એજન) :- “અહીં સિંહોનો “રાજ’ શબ્દ સાથે સંબંધ સંભવતો નથી કેમ કે, તેમનું તે શબ્દ વડે વાચ્યત્વ હોતું નથી; વળી તેની સાથે સંબંધનો પણ અભાવ છે. તેનો પર્યાય (‘સિંહ’ શબ્દના પર્યાય એવા) “મૃગરાજ' શબ્દમાં તો સિંહનું વાચ્યત્વ છે એમ પ્રશ્ન કરવામાં આવે તો જવાબ એ છે કે, તેમ નથી; કારણ કે, તેના પ્રક્રાન્તત્વનો અભાવ છે. “મુ'ને સ્થળે “મૃRIનાનાં’ એવા પદની ઉક્તિ થઈ નથી અને વળી, મૃગો (પ્રાણીઓ) વિશે સિંહનું રાજત્વ હોય છે, “મૃગ' શબ્દ વિશે નહિ. તેથી “વીર્યોદગ્રત્વ' રૂપી વિશેષણ અનુપન્ન બની જાય છે. તેની ઉત્પત્તિ અર્થનિષ્ઠ રૂપે જ થાય છે. આથી સિહો, મૃગો, કે વીર્યોદગ્રત્વ આ ત્રણેમાંથી એકેનો “રાજ' શબ્દ સાથે અન્વય બેસતો નથી. (તેથી “રાજા” શબ્દ અહીં “અવાચ્ય' = કહેવાને, પ્રયોજવાને અયોગ્ય છે.) આથી “મા” અથવા “મુળુ એવો પાઠ જ બરાબર છે. મહિમા નોંધે છે કે, તે પાઠ ન રાખવાથી દોષ આવ્યો -“તવને ટોષ' (પૃ. ૪૩૩, વ્યક્તિવિવેક, એજન).
અથવા “શેષાં તમિત્ર' (શ્લોક ૨૭૮ એજન) વગેરે ઉદાહરણોમાં કેમ કે, અગાગીરૂપ યત્ - તત્ અર્થવાળી વિગતોનો જ સંબંધ થઈ શકે, નહિ કે કેવળ ય- અર્થવાળી અંગભૂત વિગતોનો (એકલી નો જ), તેવો નિયમ હોવાથી, અનેક “ચર્થ' પદો વડે એક પણ અર્થ નિર્દિષ્ટ થતો નથી. આથી “એ” વગેરે પદમાં વિશેષ્યની પ્રતીતિ થતી નથી. “સપાવર:' એવો પાઠ રાખો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org