________________
ભૂમિકા
૫૩
વિવેક, એજન) તથા ‘નામિવાવનપ્રસાદ્યો રેવુપુત્ર' (શ્લોક ૩૪૭, વિવેક, એજન) વગેરે છે. અહીં પણ ‘દં'ને સ્થાને ‘અર્થ નન” એમ કર્તૃત્વ અન્યત્ર આરોપિત કરીને કહેવાયું છે. તેવી જ રીતે ‘પ્રસાોઽસ્મિ’ને સ્થાને ‘પ્રસાદો રેવુાપુત્ર:' એમ કહેવાયું છે. આ ભાર્ગવની પોતાને માટેની ઉક્તિ છે. ‘કર્તૃત્વ અન્ય ઉપર આરોપિત કરીને' એમ જે કહ્યું છે તેમાં ‘અન્ય'નો અર્થ દ્વિવિધ છે; અર્થાત્ ચેતન અને અચેતનના ભેદે કરીને વૈવિધ્ય છે. ચેતન વિશે અન્યત્ર આરોપનાં ઉદાહરણ ઉપર મુજબનાં છે. અચેતન વિશે આરોપનાં ઉદાહરણમાં ‘પાપાચાર્ય:' વગેરે લઈ શકાય. અહીં, “તેં રેણુકાના કંઠને બાધા કરી, તેથી તારી સાથે સ્પર્ધા કરતાં મને શરમ આવે છે' - એમ કહેવાને બદલે ચારુત્વ સિદ્ધ કરવા ‘યુષ્મદ્’ અને ‘અસ્મર્’ અર્થનું કર્તૃત્વ ‘પરશુ’ અને ‘ચંદ્રહાસ' (ખડ્ગ) વિશે આરોપિત કરીને આ રીતે કહેવાયું છે.
વળી, ‘à તત્ત્વેશ્વર !'૦ (શ્લોક ૩૪૯, વિવેક, પૃ. ૨૨૧ એજન) વગેરેમાં ‘અહં ન દિવ્યે,' એમ કહેવાને બદલે પહેલાંની માફક ‘સ્મર્’ અર્થનું કર્તૃત્વ અચેતન એવા બાણ ઉપર આરોપિત કરી કથન યોજાયું છે. વિવેકની આ આખી ચર્ચા વ્યક્તિવિવેકમાંથી શબ્દશઃ લેવામાં આવી છે. આ બધી સંવાદિતાનો નિર્દેશ પ્રો. કુલકર્ણી તથા પ્રો. પરીખની આવૃત્તિમાં નથી.
હવે મૂળ ગ્રંથમાં આગળ ચાલતાં વ્યતિરેક અલંકારમાં પ્રક્રમભંગનું ઉદાહરણ આપતાં આચાર્યશ્રી નોંધે છે કે, ‘તરાય દેશોને' વગેરે(શ્લોક ૨૭૩,એજન)માં ઇન્દીવર વગેરે ઉપમાનોની નિન્દાથી નયન વગેરે ઉપમેયોનો ઉત્કર્ષ કહેવાનો પ્રક્રમ છે; પણ .‘ભવતુ ૨ દ્વિવન્દ્ર નમઃ.' એ ઉક્તિથી કેવળ સાદશ્યમાત્રના અભિધાનને કારણે તે પ્રક્રમ છેક સુધી ખેંચાતો નથી, તેથી ભગ્નપ્રક્રમત્વ આવે છે. ‘ભવતુ તદ્ વિશ્વન્દ્ર નમઃ' એવો પાઠ યોગ્ય જણાય છે. મહિમા (પૃ. ૩૧૮ એજન) આને વસ્તુપ્રક્રમભેદના ઉદાહરણ તરીકે ટાંકે છે. મહિમાએ ચોથા ચરણની પાઠ સુધારણા આ પ્રમાણે સૂચવી : ‘૩૬૨૨ મનાડ્યુચ્ચું ભવતુ લક્ષ્મતમાં શશી॰' એ પછી, ‘તદ્વત્રં ચિ મુદ્રિતા॰' (શ્લોક ૨૭૪, એજન) વગેરે શ્લોક હેમચન્દ્ર નોંધે છે. તેમાં ઉપમાન કરતાં ઉપમેયના અતિરેકરૂપી વસ્તુ કહેવાનું અભીષ્ટ છે. હવે અર્થાન્તરન્યાસ ચોથા ચરણમાં પ્રયોજાયો છે. ‘વસ્તુસર્ગ’ની પુનરુક્તિ સાદૃશ્યમાં જ પરિણમે છે. તેથી ભગ્નપ્રક્રમત્વ આવી જાય છે. આ વિગત આચાર્યશ્રી મહિમભટ્ટ(પૃ. ૩૧૯, વ્યક્તિવિવેક એજન)ને અનુસરીને લખે છે. મહિમાએ આના સમાધાન માટે “પુનરુત્ત્તવસ્તુવિમુઃ' એવો પાઠફેર સૂચવ્યો છે જેનો ઉલ્લેખ આચાર્યે ગાળી નાખ્યો છે પણ તેથી કોઈ લાભ હાંસલ કરેલો જણાતો નથી.
વક્તા વગરેના ઔચિત્યને ધ્યાનમાં લઈએ તો પ્રક્રમભેદ ક્યારેક દૂર થઈ જાય છે, આ વિગત પણ હેમચન્દ્ર વ્યક્તિવિવેક (પૃ. ૨૯૦, એજન) પ્રમાણે જ આપે છે. ‘વ્રજ્ઞતઃ વ તાત॰' (શ્લોક ૨૭૫, એજન) વગેરેમાં બાળકે ‘વ્રગતિ'નો જ પ્રયોગ કર્યો છે, નહિ કે, ‘વતિ'નો, કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org