________________
૨૮૮-૨૧૬) ૩૬. ૭. સૂ. ૪-૪૮]
३४७
૧૮૮) કર્તવ્યના અનુસંધાનમાં આવી પડેલા હાથ વગેરેના કાર્યમાં જ જે શોભા (જણાય), તે છે વિલાસ. (૪૫)
જ્યાં કોઈ બાહ્ય ક્રિયાનો યોગ જ ન હોય તથા તેને લાવવાની ઇચ્છા પણ ન હોય તેવો કોમળ એવો હાથ વગેરેનો ક્રિયા વ્યાપાર તે છે લલિત. બીજા તો (૪૨) ‘તડ વિલાસે' (= Vતર્, શોભા પામવી, આ ધાતુ ‘તહિત’ અને ‘વિલાસ’ બંનેમાં એક્સરખો રહેલો હોવાથી એવો પાઠ પ્રમાણિત કરતા વિલાસને જ ‘અતિશયતા યુક્ત લલિત’ માને છે.)
૧૮૯) વ્યાજ (= બહાનું કાઢીને) વગેરેને લીધે, યોગ્ય સમય હોવા છતાં પણ ન કહેવું તે છે વિહત. (૪૬) વ્યાજ એટલે મુગ્ધતા વગેરે કહેવાના આશયરૂપ. આદિ શબ્દના ગ્રહણથી મુગ્ધતા, લજ્જા વગેરેનું ગ્રહણ થાય છે. તેનાથી કહેવાને સમયે પણ ન કહેવું, તે છે વિહત. જેમ કે,
ચરણોને રંગીને, “પતિના મસ્તક પરની ચંદ્રકલાને આનાથી સ્પર્શ કરજે'' એમ મશ્કરીથી સખી વડે આશિષ અપાઈ ત્યારે, (પાર્વતીએ) તેને (= પગ રંગીને આશીર્વાદ આપતી સખીને) બોલ્યા વગર (ફૂલની) માળાથી ફટકારી. (૭૩૬) [કુમાર॰ – ૭.૧ ૯] કેટલાક (૪૩) બાલ્ય, કુમાર અને યૌવન અવસ્થામાં સાધારણ એવા ખાસ વિહારને ક્રીડિત કહે છે, અને ક્રીડિત તથા પ્રિયતમ વિષેની કેલિ (= કુમળી રમત) - (એ) બંનેને અલંકારો કહે છે.
[સરસ્વતી કંઠાભરણ-૫.૧૩, ઉપરની વૃત્તિ, પૃ. ૫૧૯)]
જેમ કે,
બાળપણમાં રમતનો આનંદ માણતી હોય તેમ, સખીઓની વચ્ચે રહેલી તે (= પાર્વતી) મંદાકિની (નદી)ની રેતીમાં ઢગલીઓ બનાવીને, (રેતીના) દડા અને બનાવટી ઢીંગલીઓ ( = પૂતળીઓ)થી વારંવાર રમી. (૭૩૭) [કુમાર૦-૧.૨૯] કોઈ ઉન્નત અને પુષ્ટ સ્તનવાળીએ પુષ્પનું પરાગ આંખમાંથી ફૂંક મારીને દૂર કરવામાં નિષ્ફળ એવા પ્રિયને (પોતાના) નારાજ થઈને પયોધરથી છાતીમાં માર્યું. (૭૩૮) [કિરાત૦ – ૮.૧૯]
૧૯૦) શોભા વગેરે સાત (અલંકારો) પ્રયત્ન વિના થતા (અલંકારો છે), (૪૭) શોભા, કાન્તિ, દીપ્તિ, માધુર્ય, ધૈર્ય, ઔદાર્ય અને પ્રાગત્સ્ય નામે સાત અલંકારો યત્ન વિના જન્મે છે. ક્રમપૂર્વક (તેને) લક્ષિત કરે છે
૧૯૧) પુરુષપણાના ઉપભોગથી આણવામાં આવતા (= પ્રેરાતા, પુષ્ટ કરાતા) રૂપ, ચૌવન અને લાવણ્યથી થતી મંદ, મધ્યમ અને તીવ્ર એવી અંગછાયા (= શરીરની શોભા) જ (અનુક્રમે) શોભા, કાન્તિ અને દીપ્તિ (નામે અલંકારો) છે. (૪૮)
એનાં એ જ રૂપ વગેરે, પુરુષ વડે ઉપભોગ કરાતાં, જુદી જ શોભા ધારણ કરે છે. તે શોભા સંભોગના સેવનથી મંત્વ, મધ્યત્વ અને તીવ્રત્વનો આશરો લેતી, અનુક્રમે શોભા, કાન્તિ અને દીપ્તિ બને છે.
શોભા જેમ કે,
-
કરપલ્લવને હલાવી હલાવીને એ વસ્ત્રો શોધે છે. ફૂલની માળાનો શેષભાગ દીવાની જ્યોત તરફ ફેંકે છે. હસીને આકુળ (એવી તે નાયિકા) વારંવાર પતિનાં નયનો દાખી દે છે. ફરીફરી જોનારને માટે સુરત (ક્રીડા) પૂર્ણ થયા પછી, કોમલાંગી રમણીય (જણાય) છે. (૯૩૯)
[અમરુ॰ – ૯૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org