________________
શરૂ-૨૬૮) ૨. ૭. સૂ. ૨૦-૨૧]
३२१ સંભાષમ - જેમ કે,
જમદગ્નિથી (આપનો) જન્મ (થયો છે), તે ભગવાન શંકર (આપના) ગુરુ છે, જે શૂરવીરતા છે, તે વાણીનો વિષય બનતી નથી, કેમ કે, (તે) કાર્યથી જ વ્યક્ત થાય છે. સાત સાગરથી અંક્તિ (એટલે કે વીંટળાયેલી) પૃથ્વીનું (કોઈ પણ) (કીર્તિ વગેરેના) બહાના વગરનું (આપનું) દાન (છે), શક્તિવાળા (અથવા સર્વોત્કૃષ્ટ) બ્રાહ્મણ તપોનિધિ એવા (આપ) પ્રભુનું શું લોકોત્તર નથી? (૬૯૦)
[[મહાવીર.-૨.૩૬] ૧૫૩) બીજાના તિરસ્કાર વગેરેને સહન ન કરવો તે તેજ છે. (૧૦)
બીજાના એટલે કે શત્રુના, નહીં કે ગુરુ-મિત્ર વગેરેના તિરસ્કાર, અપમાન વગેરેને સહન ન કરવાં તે તેજ છે. જેમ કે,
નવા કુષ્માંડ ફળનાં જેવાં આ કોણ (સગાં) મનસ્વીઓ (યાય) છે, જે અંગુલિનિર્દેશ (માત્ર)થી જીવતા નથી? (અર્થાત્ અંગુલિનિર્દેશને મૃત્યુ સમાન માને છે). (૬૯૧)
(હવે) નાયકના ભેદ કહે છે – ૧૫૪) ધીરોઠા, ધીરલલિત, ધીરશાંત અને ધીરોદ્ધત ભેદે તે(= નાયક) ચાર પ્રકારનો હોય છે. (૧૧)
તે એટલે કે નાયક “ધીર” શબ્દ દરેક સાથે જોડાય છે. તેથી ધીરોદાત્ત, ધીરલલિત, ધીરશાંત, ધીરોદ્ધત એમ (સમજવાનું છે). દક્ષિણ, ધૃષ્ટ, અનુકૂલ, શઠ ભેદે તે દરેક પણ ચાર પ્રકારના છે. આ ભેદ શૃંગારરસને આધારે (કહેવાયા છે). આમ નાયકના સોળ ભેદ થયા. ધીરોદાત્ત વગેરેને લક્ષિત કરે છે -
૧૫૫) છૂપા અહંકારવાળો, સ્થિર, ધીર, ક્ષમાવાન, બડાશ ન મારનાર, મહાપરાક્રમી, દઢ વ્રતયુક્ત તે ધીરોદાત્ત (પ્રકારનો નાયક છે). (૧૨)
ગૂઢ ગર્વ એટલે વિનયથી છુપાયેલ અભિમાનવાળો. અવિકલ્યન એટલે આત્મશ્લાઘા ન કરનાર. મહાસત્ત્વ એટલે ક્રોધ વગેરે દ્વારા જેનું અંત:સત્ત્વ અભિભૂત થયેલ નથી તે. દઢ વ્રત એટલે સ્વીકારેલ (વિગત)નો નિર્વાહ કરનાર. જેમ કે, રામ વગેરે.
૧૫૬) કલામાં આસકત, સુખી, શૃંગારી, કોમળ, નિશ્ચિત (એવો નાયક) ધીરલલિત (પ્રકારનો છે). (૧૩)
કલામાં એટલે કે ગીત વગેરેમાં રુચિ રાખનાર. સુખી એટલે ભોગ ભોગવનાર, શૃંગારી, કોમળ દેખાવનો. યોગક્ષેમ (ની ચિન્તા) સચિવ વગેરેને સોપેલ હોવાથી ચિંતારહિત. જેમ કે, વત્સરાજ.
૧૫૭) વિનય અને ઉપશમયુક્ત તે છે ધીરશાન્ત. (૧૪) જેમ કે, “માલતીમાધવ” તથા “મૃચ્છકટિક” વગેરેમાં (અનુક્રમે) માધવ તથા ચારુદત્ત વગેરે. ૧૫૮) શૂરવીર, મત્સરયુક્ત, માયાવી, બડાઈખોર, કપટી, કોધી અભિમાની તે છે ધીરોદ્ધત. (૧૫) મત્સરી એટલે અસહનશીલ (= ઈર્ષ્યાખોર). મંત્ર વગેરેના બળથી, ન હોય તેવી વસ્તુને પ્રગટ કરનાર એવો માયાવી. છલ એટલે દરેક પ્રકારની છેતરપિંડી. રોદ્ર એટલે ઉગ્ર. અલિપ્ત એટલે પરાક્રમ વગેરેના અભિમાનવાળો. જેમ કે, જામન્ય, રાવણ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org