________________
૨૪૨-૨૪૩) એ. ૬. ફૂ. ૩૦-૩૨]
३१३ એક પદ વડે સંકર જેમ કે,
મેરુથી પ્રકાશિત એવા જેણે જાણે માથાના હાર (ગજરો) માટે હોય તેમ રમતમાં પૃથ્વીમંડળ ઊંચકી લીધું તે વરાહ તમારું રક્ષણ કરો
મેરુ રૂપી કેસર (= પરાગ)વાળું સુંદર દિશાઓના અન્તરૂપી પત્રોવાળું અને, મૂળ સુધી લાંબા ચંચળ ( હાલતા) શેષરૂપી શરીરનાળ (= ધડ)વાળું પૃથ્વીમંડળ છે. (૬૭૭)
[જીવકનો શ્લોક સુભાષિતાવલિ (શ્લોક ૧૪)] અહીં એક પદમાં પ્રવેશેલ રૂપક અને અનુપ્રાસ અલંકાર છે. જો કે આ રૂપક અનેક વિષયવાળું અને સમગ્ર વાક્યમાં ફેલાયેલું છે તો પણ દરેક પદમાં રૂપક હોવાને લીધે એકપદાનુપ્રવેશ વિરોધ પામતો નથી.
આ રીતે શબ્દ અને અર્થના અલંકારો કહેવાયા.
અંગાશ્ચિતત્ત્વ રૂપ ભેદ ન હોવા છતાં આ શબ્દનો અલંકાર અને આ અર્થનો (અલંકાર) એ પ્રમાણે કયો વિશેષ (= ભેદ) છે ? કહેવાય છે કે – દોષ, ગુણ અલંકારોનું શબ્દ અને અર્થ - એમ ઉભયગત હોવાની વ્યવસ્થામાં અન્વય અને વ્યતિરેક જ નિમિત્ત છે કેમ કે અન્ય નિમિત્તનો અભાવ છે. તેથી જે અલંકાર જે ભાવ કે અભાવથી યુક્ત હોય તે તેનો અલંકાર (એ રીતે) વ્યવસ્થિત કરાય છે.
જો કે પુનરુક્તવદાભાસ, અર્થાન્તરન્યાસ વગેરે કેટલાક અલંકારો અન્વય અને વ્યતિરેક બંને વાળા જણાય છે ત્યાં પણ શબ્દનું કે અર્થનું વિચિત્ર ઉત્કટ હોય છે તેથી ઉભયાલંકાર હોવાપણાને અવગણીને શબ્દાલંકારરૂપે તથા અર્થાલંકારરૂપે કહ્યા છે. અહીં અપુછાર્થત્વ નામે દોષના અભાવ માત્રરૂ૫ (તથા) અભિપ્રાય વિશેષણની ઉક્તિરૂપ પરિકર, ભગ્નકમતા દોષના અભાવમાત્રરૂપ યથાસંગ, દોષના કહેવાથી જ ગતાર્થ (માનવા). વિનોક્તિ તો તે પ્રકારના હૃહત્વનો અભાવ હોઈ (અલંકાર નથી). ભૂત, તથા ભાવિ પદાર્થને પ્રત્યક્ષ કરવારૂપ ભાવિક તો અભિનેય પ્રબંધમાં જ હોય છે. જો કે, મુક્તક વગેરેમાં પણ તે દેખાય છે તો પણ તે આસ્વાદ્ય બનતો નથી. ઋદ્ધિયુક્ત વસ્તુ એ લક્ષણવાળો ઉદાત્ત તો અતિશયોક્તિ કે જાતિથી જુદો પડતો નથી. અને મહાપુરુષના વર્ણનરૂપ (ઉદાત્ત) એ રસપરક હોય ત્યારે (2) ધ્વનિનો વિષય છે
અને તે પ્રકારના વર્ણનીય વસ્તુપરક હોય ત્યારે ગુણીભૂત વ્યંગ્યનો (વિષય બને છે) તે અલંકાર નથી. રસવતુ અને પ્રેયસ્ ઊર્જસ્વિ ભાવ સમાહિત (એ ચાર અલંકારો તો) ગુણીભૂત વ્યંગ્યના પ્રકારો જ છે. આશી: તો પ્રિયોક્તિ માત્ર છે. અથવા ભાવનું જ્ઞાપન થતું હોઈ (તે) ગુણીભૂત વ્યંગ્યનો વિષય છે.
પ્રત્યેનીક તો પ્રતીયમાન ઉક્ષાનો પ્રકાર જ છે. તેથી જુદા અલંકારરૂપે ન માનવો.
આચાર્યશ્રી હેમચન્દ્રવિરચિત અલંકારચૂડામણિ નામે સ્વરચિત કાવ્યાનુશાસનની વૃત્તિમાં
અર્થાલંકારવર્ણન નામે છઠ્ઠો અધ્યાય-સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org