________________
૬૪૨-૨૪૩) . ૬. સૂ. ૩૦-૩૨].
३०९ સ્વાતંત્ર્ય દ્વારા બે શબ્દાલંકારોનો સંકર જેમ કે,
(મુખરૂપી) પુષ્પની સુગંધના લોભથી ભમતા ભમરાને લીધે ગભરાટથી ઉદ્દભવેલ શોભાવાળી, (આમતેમ) ચાલી જતી (= નાસતી) વળતી લટને લીધે ચંચળ નયનવાળી કોઈક સ્ત્રીએ મધુર મેખલાનો રણકાર ર્યો. (૬૬૩)
[શિશુપાલવધ-૬.૧૪] અહીં યમક અને અનુપ્રાસનો (સંકર છે). બે અર્થાલંકારોનો (સંકર) જેમ કે,
અંધકાર અંગોને જાણે કે લેપે છે. આકાર જાણે કે કાજળ વરસાવે છે. દુર્જન પુરુષની સેવાની જેમ મારી દષ્ટિ નિષ્ફળતાને પામી છે. (૬૬૪)
| બાલચરિત-૧.૧૫, મૃચ્છકટિક-૧.૩૪]. અહીં ઉન્મેલા અને ઉપમાનો (સંકર છે). શબ્દ અને અર્થના અલંકારોનો (સંકર) જેમ કે –
અહીં ગામમાં તેવો કોઈ છે નહીં જે આ ઉભરાતા લાવણ્યવાળી, તરુણોના હૃદયને લૂંટનારી (આ સુંદરી)ને રોકે. (૬૬૫).
[કા.પ્ર.૧૦.૫૭૦] અહીં અનુપ્રાસ અને રૂપનો (સંકર છે). અંગરૂપે (અલંકારોનો) સંકર જેમ કે,
મોતીની આશંકાથી ભીલડી કર્મધૂનાં ફળ વીણે છે. ગુસ્સે થયેલ ઘુવડના ટોળાની આગળ કાગડો પણ હંસ બને છે. હે રાજન, તારી કીર્તિ દ્વારા ત્રણે ભુવન શ્વેત બનાવાયાં છે ત્યારે લક્ષ્મી પણ કૃષ્ણને જોઈને આ બલરામ છે એમ માનીને શરમથી ધીમે ધીમે બોલે છે. (૬૬૬)
સિ.કે. ૩.૧ ૩૧] અહીં અતિશયોક્તિની અપેક્ષાએ ભ્રાન્તિ જન્મી છે અને તેના આશ્રયથી અતિશયોક્તિ ચમત્કારનું કારણ બને છે તેથી તે બંનેનો અંગાંગિભાવ (સંકર છે).
તું અને સમુદ્ર ખાળી ન શકાય તેવા છો, મહાપરાક્રમી (મોટા પ્રાણીઓવાળો)ને તેજસ્વી (વડવાગ્નિવાળો) છો. પરંતુ તમારા બંનેમાં આટલો ભેદ છે. તે જડ (= જલ) આત્માવાળો છે ને આપ ચતુર છો. (૬૬૭)
[કાવ્યાદર્શ ૨.૧૮૫] અહીં શ્લેષ વ્યતિરેકના અંગરૂપ છે.
હે મધુરભાષિણી ! તારી કાળી, શ્વેત તથા સહેજ લાલ (કૃષ્ણ અને અર્જુનમાં અનુરક્ત) એવી પણ કાન સુધી ખેંચેલી, કર્ણના અવલંબનવાળી) દષ્ટિ કોની વિશ્વસનીયતાને પામે? (૯૬૮) [કાવ્યાદર્શ ૨.૩૩૯]
અહીં શ્લેષ વિરોધનો અંગભૂત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org