________________
२८१
૨૨૨) ઞ. ૬. મૂ. ]
અહીં એકનો, એક સાથે અનેકમાં રહેવું - તે રૂપી, અસંબંધ હોવા છતાં સંબંધ કહેવાયો છે. આ પ્રકારના સર્વ વિષયોમાં અતિશયોક્તિ જ પ્રાણરૂપે રહેલી છે. તેના વિના પ્રાયઃ અલંકારત્વનો યોગ થતો ન હોવાથી સામાન્ય, મીલિત, એકાવલી, નિદર્શના, વિશેષ, વગેરે અલંકારોનું નિરૂપણ ઉચિત નથી.
૧૨૩) વિવક્ષિત બાબતનો જાણે કે નિષેધ હોય તે રીતે ઉપમાનનો આક્ષેપ કરાય તે આક્ષેપ અલંકાર છે. (૧૧)
(અહીં) વિશેષની વિવક્ષાને લીધે એ બાબત અનુવૃત્ત થાય છે. કહેવાને માટે ઇષ્ટ તથા પ્રાકરણિક હોવાને લીધે પ્રધાન બાબતનું અશક્ય વક્તવ્યત્વ અથવા અતિ સિદ્ધત્વને વિશેષરૂપે કહેવા માટે, ‘જાણે કે નિષેધ', પણ (વાસ્તવિક) નિષેધ નહીં એ રીતે નિષેધ દ્વારા વિરોષને વિષે જ તાત્પર્ય હોતાં એક (પ્રકારનો) આક્ષેપ જેમ કે, (અલંકાર), અને ઉપમાનનો આક્ષેપ એટલે કે તિરસ્કાર તે બીજો (આક્ષેપ). નિષેધનું ઉદા. જો હું તને ક્ષણભર પણ ન જોઉં તો તેનાથી ઉત્સુક એવી... અથવા આટલું જ બસ. તને અપ્રિય એવી બીજી બાબત કહેવાથી શું ? (૫૮૩)
[ભામહ-૨.૬ ૯]
અહીં કહેવામાં આવનાર મરણ વિષેનો નિષેધાત્મક આક્ષેપ છે:
ઉક્ત વિષય (આક્ષેપ) જેમ કે,
તેના અંતરમાં પ્રભુત્વ ધરાવતા તારા થકી ચાંદની, મોતીની માળા, ચંદનરસ, ચંદ્રકાંત મણિનો રસ, કપૂર, કદલી, બિસતંતુનાં વલય, કમલિનીનાં પલ્લવ વગેરે અંગારાના ઢગલાનું કાર્ય કરનાર થઈ પડે છે... અરે ! આ કહેવાથી શું ? નથી કહેતા જાઓ. (૫૮૪) [કા.પ્ર. ૧૦.૪૭૩ }
ઉપમાનનો આક્ષેપ-જેમ એક,
હે સૌમ્ય, તેનું તે સુંદર મુખ છે તો પર્વના (- પૂનમને) ચંદ્રથી શું ? સૌંદર્યના સ્થાનરૂપ તારાં બે નયન જો છે તો નીલોન્પલથી શું ? તેના (મુખ) ઉપર જો બે હોઠ છે તો કોમળ કાન્તિવાળાં કિસલયોથી શું ? અરેરે ! વિધાતાનો એકની એક વસ્તુની રચનાના કાર્યમાં અપૂર્વ એવો આગ્રહ છે. (૫૮૫) [
]
અથવા જેમ કે,
–
હૈ ખંડિતા, વહન ન કરી શકાય તેવા આ ગર્વને બે નયનોમાં શાને ધરે છે ? આવાં નીલકમલો તો દરેક દિશામાં (રહેલાં) સરોવરોમાં છે. (૫૮૬)
[રુટ-૮.૭૮]
અહીં ઉપમાન બનાવાયેલ બે નયનનો આક્ષેપ (=તિરસ્કાર) છે.
અથવા જેમ કે,
હે હળાહળ, ભાઈ, અત્યંત દારુણ વસ્તુઓમાં હું જ શ્રેષ્ઠ છું એવો ગર્વ કરીશ નહીં. તારા જેવાં (ઘાતક) દુર્જનોનાં વચનો આ સંસારમાં, ખરેખર ઘણાં છે. (૫૮૭)
[કા.પ્ર.૧૦.૫૫૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org