________________
૬૨૬-૨૨૨) ૬. ૬. સૂ. ૬-૬૦]
२७९
અહીં મઢોદય લક્ષિત હોવા છતાં સ્વાભાવિક વિભ્રમોના ઉત્કર્ષની વિવક્ષાને કારણે (તેના) લક્ષણનો અયોગ કહ્યો છે. (અર્થાત્ જણાતો નથી એમ કહ્યું છે). એ જ રીતે, સવારે પ્રસરતી પલ્લવની અરુણવર્ણી શોભા જેવો, જેનાં બે, (જળમાં) મજ્જનને કારણે લાલ થયેલાં લોચનોનો મઠ, તયા મઠથી લાલ થયેલાં લોચનોનો રોષ જણાયો નહિ. (૫૭૬) [સ.કં.૩.૧૨૬, પૃ. ૩૭૨]
અયોગનો વ્યત્યય તે યોગ. તે છે ચતુર્થી (અતિશયોક્તિ) જેમ કે,
ચારે તરફથી કિરણો ફેલાવીને ચંદ્રમંડલ પછી ઉદિત થયું. પણ પહેલાં હરિણાક્ષીઓમાં પ્રેમનો સાગર ઊછળ્યો. (૫૭૭) [કાવ્યાદર્શ ૨.૨૫૭]
અહીં ચંદ્ર ઊગ્યો ન હોવાથી રાગરૂપી સાગરની વૃદ્ધિનો અયોગ હોવા છતાં ચંદ્રનો ઉદ્દીપક વિભાવરૂપે અતિરાય કહેવા માટે યોગ કહ્યો છે. અથવા જેમ કે,
જેમાં નગરો સુંદર સ્ત્રીઓવાળાં છે. સુંદર સ્ત્રીઓ રૂપાળાં અંગોવાળી છે. રૂપ વિલાસ પ્રગટ કરનારું અને વિલાસો કામદેવના શસ્ત્ર રૂપ છે. (૫૭૮) [નવસાહસાંક ચરિત ૧]
તેમ જ,
તે જળ નથી ( = ન કહેવાય) જે સુંદર કમળયુક્ત નથી ( = ન હોય); તે કમળ નથી જેમાં ભ્રમર બેઠો ન હોય; તે ભ્રમર નથી જે મધુર ગુંજારવ ન કરતો હોય; અને તે ગુંજન નથી જે મનને હરી ન લે. (૫૭૯) [બટ્ટિકા વ્ય- ૨.૧૯]
અહીં વરાંગના વગેરેનો અને પંક્જ વગેરેનો નગર, જલ વગેરે સાથેના સંબંધનો અયોગ હોવા છતાં યોગ કહેવાયો છે.
અથવા જેમ કે,
ઊંચે ફેલાયેલાં કિરણોરૂપી દોરીવાળો સૂર્ય જ્યારે ઉદય પામી રહ્યો છે અને શીતળ કાન્તિવાળો ચંદ્ર અસ્ત પામી રહ્યો છે ત્યારે આ (= રૈવતક) પર્વત લટકતા એ ઘટોથી યુક્ત ગજરાજની શોભાને ધારણ કરે છે. (૫૮૦) [શિશુપાલવધ-૪. ૨૦]
અહીં પર્વત વારણેન્દ્રલીલાને ધારણ કરે છે એમ સંબંધ ન હોવા છતાં પણ સંબંધ (વર્ણવ્યો છે). અથવા, ગિરિ અને શ્રેષ્ઠ હાથીગત લીલાનો ભેદ હોવા છતાં પણ ઐક્ય નિશ્ચિત કરાયું છે. અથવા જેમ કે,
સ્વર્ગે ગયેલા હોવા છતાં, જેમના અનેક ગુણોનો સમૂહ કલ્પના અંત સુધી, લાંબા સમય સુધી જગતને આનંદ આપે છે, તે કવિઓ શા માટે વંદનીય ન હોય ? (૫૮૧) [રુદ્ર- ૭. ૬] અહીં સ્વર્ગે ગયેલા કવિઓના ગુણોનો આનંદ સાથે સંબંધ ન હોવા છતાં સંબંધ કહેવાયો છે. તેમજ, તારા હૃદયમાં, નયનોમાં અને વાણીમાં તે નવયૌવના જ રહે છે. અમે તો અહીં નકામા જ છીએ તેથી બસ કર, પગે પડવાનું રહેવા દે. (૫૮૨)
[રુદ્ર૮-૭. ૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org