________________
૨૪
કાવ્યાનુશાસન જ્ઞાનમીમાંસા તેઓ અહીં હાથ ધરે છે.
સાધારણ સ્વરૂપના વિભાવાદિથી અભિવ્યંજિત થતો સ્થાયિભાવ તે રસ એમ જણાવ્યા પછી હેમચન્દ્ર જણાવે છે કે, રસને ફાર્થ અર્થાત્ લૌકિક કાર્ય સ્વરૂપનો ન કહી શકાય. કેમ કે, જાગતિક સંદર્ભમાં તો કારણ, જેમ કે કુંભાર વગેરેના અભાવમાં જેમ કે, કુંભાર ઘડાનો બનાવનાર હોવા છતાં કુંભારનું અવસાન થાય તો પણ, કાર્ય કહેતાં ઘડો વગેરે તો ચાલુ રહે છે. અર્થાત્ કારણની ગેરહાજરીમાં પણ અસ્તિત્વમાં ચાલુ રહેવું એ લૌકિક કાર્યનો સ્વભાવ છે. એ અર્થમાં રસ કાર્ય રૂપ નથી કેમ કે, ઉપર જણાવ્યું તેમ વિભાવાદિનો શો' ચાલે ત્યાં સુધી જ રસ-ચર્વણા ચાલે છે. પડદો પડે, અર્થાત્ વિભાવાદિનું પ્રદર્શન પૂરું થાય એટલે રસાભિવ્યક્તિ પણ પૂરી થઈ જાય છે. રસ જો લૌકિક કાર્ય'રૂપ હોત તો વિભાવાદિ પૂરાં થયા પછી પણ તેનું અનુભવનો વિષય બનવાનું ચાલુ રહેત. તેવું તો થતું નથી. માટે રસને લૌકિક કાર્ય' રૂપ કહી શકાય નહિ.
હવે, વ્યવહાર-જગતમાં કાર્યરૂપ અને જ્ઞાખરૂપ એમ બે જ કોટિઓ હોય છે. જે કારણોની મદદથી નવેનવું આકારિત થાય છે, અસ્તિત્વમાં આવે છે તેને “કાર્ય કહેવાય. તે કારણોની અનુપસ્થિતિમાં પણ ચાલુ રહે છે. કારણોની પહેલાં તેનું અસ્તિત્વ, પૂર્વસ્થિતિ હોતી નથી. જ્યારે ‘જ્ઞાપ્ય વિગત એને કહેવાય છે કારણો -જ્ઞાપકો-ની હાજરી પહેલાં પણ ઉપસ્થિત હોય, જેની સ્થિતિ આ જ્ઞાપક કારણો ઉપર આધારિત નથી. જેમ કે, અંધારા ઓરડામાં રાત્રે દીવો કરી પ્રકાશ પાથરીએ ત્યારે ઓરડામાં રાખેલી બધી વસ્તુઓ, ટેબલ, ખુરશી, પુસ્તકો, પલંગ વગેરે જણાય છે. અંધારામાં જે નહોતી દેખાતી તે વસ્તુઓ અજવાળું કરવાથી, દીવો કરવાથી જણાય છે, ‘જ્ઞાપ્ય બને છે, પ્રગટે છે, અભિવ્યક્ત થાય છે. દાર્શનિકોને આ પ્રકારની “અભિવ્યક્તિ' અભિપ્રેત છે. રસ’ આ રીતે “અભિવ્યક્ત થાય છે, અર્થાત્ રસનિષ્પત્તિ એ આવી (દાર્શનિક) અભિવ્યક્તિ છે, અર્થાત રસ એ જાગતિક સંદર્ભનો “જ્ઞાપ્ય પદાર્થ છે એવું પણ કહી શકાય તેમ નથી કેમ કે, અંધારા ઓરડામાં પહેલેથી, ઉપસ્થિત વસ્તુઓની માફક રસ એ પૂર્વસિદ્ધ વિગત નથી જેની આવી જ્ઞપ્તિ થઈ શકે !
ત્યારે પ્રશ્ન એ થાય છે કે, વિભાવાદિ જો “કારક' પણ નથી અને “જ્ઞાપક' પણ નથી તો આવું કારક કે જ્ઞાપક પણ ન હોય તેવું જગતમાં બીજે ક્યાંય જોવા મળે છે ખરું ? એવા પ્રશ્નનો જવાબ એ છે કે, આવું કારક પણ ન હોય અને જ્ઞાપક પણ ન હોય તેવું કહેવાતું “કારણ', અથવા કાર્ય પણ ન હોય અને “જ્ઞાપ્ય પણ ન હોય તેવું કહેવાતું “કાર્ય” તત્ત્વ જગતમાં, બ્રહ્માના સર્જનમાં, ક્યાંય જોવા નથી મળતું. એ જ આ આખીય વિભાવાદિ સામગ્રી અને તેના વડે અભિવ્યક્ત થતા રસપદાર્થની અ-લૌકિકતા સ્થાપિત કરે છે.
અહીં એક કડી છૂટી જાય છે. મહિમભટ્ટ એમ જણાવે છે કે, સંસારમાં હૃદયના ભાવો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org