________________
ભૂમિકા
૨૩ આભિમુખ્યથી એટલે સ્થાયીને કેન્દ્રમાં રાખીને, કેવળ સ્થાયી તરફ જ અભિમુખ થઈને સંચરણ કરતા, સંચરણશીલ, ધૃતિ, સ્મૃતિ વગેરે વ્યભિચારીઓ વડે, (પુષ્ટ કરાતો), સ્થાયી તે રસ છે. લોકમાં સ્થાયી વગેરેનું અનુમાન કરાવનારાં તત્ત્વો કારણ, કાર્ય અને સહકારિરૂપે ઓળખાય છે, તે (કલામાં) વૈયક્તિક રૂપે નહિ પણ સાધારણરૂપે - સાધારણ્યથી-ગૃહીત થાય છે (તેથી વિભાવાદિ નામે ઓળખાય છે,) તેમનાથી - તે વિભાવ, અનુભાવ અને વ્યભિચારીઓથી- અભિવ્યક્ત થતો સ્થાયિભાવ તે રસ છે. આ વિભાવાદિ, “મારા જ, પારકાના જ, મારા નહિ (જ), પારકાના નહિ (જ), એવા (વૈયક્તિક) સંબંધવિશેષનો જેમને અંગે સ્વીકાર કે પરિહાર કરવાના નિયમનો અનિશ્ચય થવાથી, જે સર્વસાધારણરૂપે (કલામાં) પ્રતીત થાય છે, તેવા વિભાવાદિ વડે, સામાજિકોની વાસનારૂપે રહેલો રતિ વગેરે સ્થાયી, અમુક નિયત પ્રમાતામાં રહેલો હોવા છતાં, આ વિભાવાદિરૂપ સાધારણસ્વરૂપના ઉપાયથી, દરેક સહૃદયોનો મનમેળ-હૃદયસંવાદ જેમાં સધાય છે તેવા સાધારણ્યનો વિષય બનતો હોવાથી નિર્વેયક્તિક રૂપે આવિર્ભાવ પામતો, સાંધારણ્યનો વિષય બનતો, ચર્થમાણતા અર્થાત્ આસ્વાદ્યમાનતા એ જ જેનો પ્રાણ છે તેવો, જેનું અસ્તિત્વ અર્થાત્ જેનો આસ્વાદ, ચર્વણા, કેવળ વિભાવાદિ જણાય તેટલી જ પળોસુધી ટકે છે, એટલે કે જે વિભાવાદિજીવિતાવધિ છે, તેવો અલૌકિક સ્થાયી એ જ, અલૌકિક ચમત્કારકારી હોવાથી, એટલે પરબ્રહ્માસ્વાદ જેવા આસ્વાદવાળો, એટલે પરબ્રહ્માસ્વાદસહોદર, નિમીલિત નયનોવાળા કવિસહદયોથી, રસ્યમાન થતો, આસ્વાદાતો, સ્વ-સંવેદનસિદ્ધ “રસ' છે. અર્થાત્ રસ જેવું કોઈ બીજું લૌકિક સંવેદન નથી જેની સાથે તુલના ગોઠવીને તે સમજાવી શકાય. આથી તે પોતે પોતાના જ વિશિષ્ટ સંવેદનથી સિદ્ધ છે. અર્થાત્ તે સંવેદન-સિદ્ધ છે.
આના અનુસંધાનમાં આચાર્ય વિવેકટીકામાં (પૃ. ૮૯-૧૦૪) વિસ્તારથી અભિનવભારતીમાં વાંચવા મળતી રસનિષ્પત્તિની પ્રક્રિયા અંગેની સમગ્ર ચર્ચા પ્રમાણિકપણે ઉદ્ધત કરે છે તેની વિસ્તૃત ચર્ચા આપણે અહીં કરતા નથી. જિજ્ઞાસુઓએ અમારા “ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચાર પરંપરાઓ”(આ. ત્રીજી,૯૯, પ્રકાશન યુનિ. ગ્રં. નિ. બોડ)માંથી તથા “ભારતનું નાટ્યશાસ્ત્ર અધ્યાય ૧, ૨, ૩ અને ૬ અભિનવભારતી સહિત”, “તથા ભરતનું નાટ્યશાસ્ત્ર, અધ્યાય-૬ અભિનવભારતી સહિત, તથા અધ્યાય ૧૬, ૧૮ અને ૧૯” વગેરે ગ્રંથોની ભૂમિકા તથા ટિપ્પણમાંથી જોવા વિનંતિ છે. અતિવિસ્તારના ભયે આ ગ્રંથો તરફ અંગુલિનિર્દેશ કરી આપણે પુનઃ આચાર્ય હેમચન્દ્ર મૂલમાત્રમાં જે ચર્ચા કરી છે તેના નિર્દેશ તરફ વળીશું.
રસ સ્વભાવ :- રસ અંગેની જ્ઞાનમીમાંસા :- અભિનવગુપ્ત અને મમ્મટે રસની અલૌકિકતા સિદ્ધ કરી છે. તે કેવળ કલામાત્રગોચર થતો લોકાતીત આનંદરૂપ છે એવું તે આચાર્યોએ પ્રતિપાદિત કર્યું છે. લૌકિકપ્રમાણોનો તે અવિષય છે તે વાત તેમને અનુસરીને આચાર્ય હેમચન્દ્ર સમજાવે છે. આમ રસપ્રતીતિ એ કેવા પ્રકારની પ્રતીતિ, કેવા પ્રકારનું જ્ઞાન, બોધ છે એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org