________________
ભૂમિકા
૨૫
પારકાના મનમાં શું ચાલે છે, પારકાના ચિત્તમાં ઘોળાતા વિચારો, તુક્કાઓ, સ્કીમો વગેરે બધું આપણે માટે અનુમિતિનો વિષય છે. અર્થાત્ પરચિત્તવૃત્તિનો બોધ અનુમિતિ વ્યાપારથી થાય છે. આ અંનુમાનની પ્રક્રિયા જાગતિક, વ્યવહારની ભૂમિકાએ, સાચી કે ખોટી પુરવાર થઈ શકે. જેમ કે, આપણું અમુક અનુમાન સાચું પણ હોય અને ખોટું પણ હોય. પણ એ વાત સો ટકા સાચી કે પરચિત્તવૃત્તિનો બોધ અનુમિતિક્રિયાનો જ વિષય છે. મહિમા એમ જણાવે છે કે કાવ્ય-નાટ્ય વગેરે કલાઓમાં પણ જે ભાવ પીરસાય છે તે પણ અનુમિતિનો જ વિષય છે. અલબત્ત કાવ્યમાં પ્રવર્તતી અનુમિતિને તે સાચી કે ખોટી છે તેવી પરીક્ષાનો વિષય બનાવવાની વૃત્તિને મહિમા ઉપવસનીય માને છે. તેથી તેમને મતે આ વિભાવાદિ વડે રસ કાવ્યાનુમિતિનો વિષય બની “અનુમેય’ કહેવાય છે. આ કાવ્યાનુમિતિ તર્કનુમિતિથી વિલક્ષણ સ્વભાવની છે તેથી તેને તર્કનુમિતિનાં સાચ-જૂઠનાં કાટલાંથી તોળવાની નથી. આમ જે “કાર્યરૂપ નથી, “જ્ઞાપ્ય રૂપ પણ નથી તે રસ મહિમાની દષ્ટિએ “અનુમેય' છે - કાવ્યાનુમિતિગ્રાહ્ય છે. આમ અભિનવગુપ્ત, મમ્મટ, હેમચન્દ્ર વગેરે જ્યારે “કાર્ય કે જ્ઞાપ્યથી ભિન્ન કંઈ ભાળ્યું ?” એવો પ્રશ્ન કરે તેનો મહિમા તરત જવાબ આપે છે કે, “હા, તે “અનુય” છે !” કહેવાની ભાગ્યે જ જરૂર છે કે, મહિમા પોતાની રીતે સાચા જ છે અને જે અનુમિતિ-ખંડન આનંદવર્ધન, અભિનવગુપ્ત, મમ્મટ કે હેમચન્દ્ર અને સમગ્ર કાશ્મીરી પરંપરામાં આવે છે તે મહિમાની “કાવ્યાનુમિતિ' જે નથી, તેને તે રૂપ - તકનુમિતિરૂપ - માનીને કરવામાં આવ્યું છે, માટે અગ્રાહ્ય છે એ નિર્વિવાદ છે. સાથે ભટ્ટનાયકથી માંડીને મહિમા વગેરેએ “અભિવ્યક્તિનું જે ખંડન કર્યું છે તે પણ આનંદવર્ધન વગેરેએ પ્રતિષ્ઠિત કરેલી કલામાં થતી વિશિષ્ટ અભિવ્યક્તિને દાર્શનિક અભિવ્યક્તિ- જેમાં પૂર્વસ્થિત પદાર્થની અભિવ્યક્તિ-સ્વરૂપાવિર્ભાવ થતો મનાયો છે – તેની સાથે એકરૂપ માનીને કરેલું ખંડન છે. જેમ મહિમાની કાવ્યાનુમિતિ તકનુમિતિ નથી, તેમ આનંદવર્ધન વગેરેની “અભિવ્યક્તિ' પણ દાર્શનિકોની અભિવ્યક્તિ નથી. વાસ્તવમાં બને એટલે કે મહિમાની કાવ્યાનુમિતિ અને આનંદવર્ધનની રસાભિવ્યક્તિ, અને આપણે ઉમેરીશું કે ધનંજય/ધનિકનો તાત્પર્યબોધ પણ “રૂટું તૃતીય છે, અર્થાત્ કંઈક જુદું જ, “મન્નવિવા” તત્ત્વ, દાર્શનિકોનાં પ્રમાણો દ્વારા ગ્રહણથી પર એવું તત્ત્વ છે, એ નિર્વિવાદ છે.
હેમચન્દ્ર રસસ્વભાવની મીમાંસા આગળ ચલાવતાં જણાવે છે કે, વિભાવાદિ બધા જ ભેગા મળીને, અર્થાતુ જે તે સંદર્ભમાં, જે તે ભાવવિશેષ વિશેની, વિભાવ, અનુભાવ અને વ્યભિચારીઓની આખીય સામગ્રી, ભેગી મળીને સ્થાયીની વ્યંજક બને છે. કેવળ અમુક જ વિભાવ અમુક જ સ્થાયીની વ્યંજના કરે, કે અમુક જ અનુભાવ અમુક જ સ્થાયી સાથે ગોઠવાય, કે અમુક જ વ્યભિચારી અમુક જ સ્થાયી જોડે છૂટી છૂટી રીતે, સંકળાયેલો છે તેવું નથી. જેમ કે, વાઘને જોઈને પરાક્રમીને શિકાર કરવાનું શૂર ચડે અને સામાન્ય સંસારીને ભય લાગે ! આંસુ હરખનાં અને શોકનાં એમ બન્નેનાં હોઈ શકે. ચિન્તા | ચિન્તન વગેરે વ્યભિચારીઓ કરુણરસની માફક શૃંગાર, વીર, ભયાનક વગેરે જોડે પણ ગોઠવાઈ શકે. પણ વાઘરૂપી વિભાવ, થથરાટ, કંપ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org