SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ??૬) ઞ. ૬. સૂ. ૪] અહીં એક જ વસ્તુનું ઉપમાનત્વ અને ઉપમેયત્વ હોતાં અનન્વય અલંકાર છે. જો આકાશમાં આકાશગંગાના જળના બે અલગ પ્રવાહ પડે તો તે દ્વારા તમાલ જેવા નીલ અને સહેજ ઝૂલતી મોતીઓની માળાયુક્ત એના વક્ષઃસ્થલની ઉપમા આપી શકાય. (૫૨૯) [શિશુપાલ॰ ૩.૮.] અહીં અદ્ભુત એવા ઉપમાનની સંભાવના કરી હોવાથી ઉત્પાદ્યોપમા છે. સુવર્ણના જેવી કાન્તિવાળી તેમની (સાત માતૃકાઓ) પાછળ (શ્વેત) પાલોથી વિભૂષિત એવી કાલિકા પ્રગટ થઈ તે જાણે બગલીઓવાળી અને જેની આગળ વીજળી (ચમકે) છે, તેવી કાળાં વાદળોની ઘટા હોય. (૫૩૦) [કુમાર॰ ૭.૩૯] २६१ અહીં વિરોષણો દ્વારા યથેષ્ટ એવું ઉપમેય ક્લ્પીને તે જ પ્રમાણે સિદ્ધ એવું ઉપમાન ઉપસ્થિત કરાયું છે વગેરેમાં. આનાં જુદાં જુદાં લક્ષણ કરવામાં આ પ્રકારે હજારો વૈચિત્ર્ય સંભવતાં હોઈ તેથી કલ્પિતોપમા અતિપ્રસંગ થરો. ૧૧૬) અસત્ ધર્મની સંભાવના, વ વગેરેથી ઘોતિત થાય, (તે) ઉત્પ્રેક્ષા છે. (૪) પ્રાકરણિક અર્થમાં અસદ એવા જે ધર્મો ગુણ અને ક્રિયારૂપ છે તેનાથી યુક્ત અથવા તેમનું સંભાવન (એટલે કે પ્રાકૃતમાં) તેના યોગનું ઉત્પ્રેક્ષણ (- લ્પના) તે ઉત્પ્રેક્ષા છે અને તે ડ્વ-મન્ય-શ-ધ્રુવપ્રાયઃ-નૂનમ્ વગેરે શબ્દો વડે ઘોતિત થાય છે. જેમ કે, જગતનો ધ્વંસ તથા રક્ષણ કરવામાં સમર્થ એવું (એનું)બળ છે જેણે અપરાધ કર્યો છે તેવા (સંગમ =) સાથે લઈ જનાર વિષે ક્ષમા છે એ પ્રમાણે જાણે કે વિચારીને હે (મહાવીર) સ્વામી તમારો રોષ રૂઠેલી નારીની જેમ મનનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. (૫૩૧) [ ] અહીં રોષરૂપી ગુણની ઉત્પ્રેક્ષા છે. જાણે કે અસંતોષને લીધે કાન સુધી ખેંચાયેલ (નેત્રોને વિષે), જેણે શાસન પ્રાપ્ત કર્યું છે તેવો કામદેવ પોતાનું તેજ કામિનીનાં નેત્રમાં પ્રસારિત કરે છે. (૫૩૨) [ ] અહીં સંતોષ ગુણના અભાવની (કલ્પના છે). પવન વાતાં, ચાંઠની આકારામાં જાણે કે ફેલાય છે, કુમુદ્દોમાં જાણે કે વિસ્તરે છે. જૂના ‘રાર’વૃક્ષના થડ જેવા ફિક્કા એવા સ્ત્રીઓના વિશાળ ગાલ ઉપર જાણે કે પ્રતિફલિત થાય છે, પાણીમાં જાણે કે વિકસે છે, ચુનાથી (ધોળવાને કારણે) સફેદ ઘરોમાં જાણે કે હસે છે અને પવનથી ફરફરતા ધજાના વસ્ત્રના છેડા ઉપર જાણે લહેરાય છે. (૫૩૩) [ ] * સંગમન-નો અર્થ પ્રો. આર. બી. આઠવલે સાહેબ (પૃ. ૧૮૯ કા.શા.વૉ.ર), (the minor god) એવો કરે છે. અર્થાત્ ગૌણ દેવતા, જેણે ભગવાન મહાવીરનો અપરાધ કર્યો છે. તેને વિષે મહાવીરસ્વામી ક્ષમા ધરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy