SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ) . ૬. પૂ. રૂ. २५५ અહીં ધર્મ અને ઉપમાન બંનેનો લોપ છે. વૃત્તિમાં એકનો લોપ જેમ કે, (૫૧૦) હે મિત્ર, [... (જુઓ ઉદા. ૫૦૭)] અહીં સમાસમાં ઉપમાનનો નિર્દેશ નથી. તે જ રીતે - તમારું મુખ કમળ જેવું છે. નયનો નીલકમળ જેવાં છે. ઊરુઓ કદલીતંભ જેવાં તથા સ્તન હાથીના ગંડસ્થલ સમા છે. (૫૧૧) [કાવ્યાદર્શ; ૨/૧૬] અહીં વ દ્વારા થયેલ નિત્યસમાસમાં ધર્મનો લોપ છે. વળી, શરદત્રતુના ચન્દ્ર જેવાં સુંદર મુખવાળી, નીલકમળ જેવા વિશાળ નયનવાળી અને કદલીના (સ્તંભના) અંદરના સમી સુંદર સાથળોવાળી તે મારા હૃદયને કેમ હંમેશાં બાળે છે ?” (૫૧૨) કિટ-૮.૨૦] અહીં બહુવીહિમાં ઉપમાવાચકનો લોપ છે. તેમજ – યુદ્ધમાં શત્રુઓ ગ્રીષ્મઋતુના સૂર્યની જેમ તેને જુએ છે, અને તે (રાજા) પણ અર્જુનની જેમ સંચાર કરતો આવે છે. (૫૧૩) [કા.પ્ર.૧૦.૪૦૫] અહીં નિત્યસમાસમાં કર્મક્તના અર્થમાં મ્ પ્રત્યય હોતાં ‘વ’નો લોપ છે. વળી, તું જ્યારે શબ્દાડંબરપૂર્ણ વચન ઉચ્ચારે છે ત્યારે હંસ કાગડા જેવું બોલનાર, કોયલ ઊંટ જેવા અવાજયુક્ત તથા મોર ગર્દભ જેવા સ્વરે ઉચ્ચારનાર જણાય છે. (૫૧૪) સિ .કે. ૪.૫ અહીં નિત્ય સમાસમાં કર્તામાં મિન્ હોતાં ઉપમાવાચકનો લોપ છે. તેમ જ, પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળી, કમળની દાંડી જેવી બાહુલતાવાળી અને ચક્રસમા જઇનવાળી તે સ્વપ્નમાં પણ દેખાતી નથી. (૫૧૫) અહીં તદ્ધિતવૃત્તિમાં ધર્મલોપ છે. રૂવનો અર્થ કલ્પબૂ વગેરે (=કલ્પ, દેય, દેશીય) દ્વારા સાક્ષાત્ કહેવાયો છે તથા કંઈક અંશે અપૂર્ણ પદુકલ્પમાં “લગભગ પૂર્ણચન્દ્ર સમાન'', એવો અર્થ છે, નહિ કે ‘પૂર્ણÇ જેવું.” “પૂર્ણેન્દુ કલ્પ’’માં લગભગ પૂર્ણ ચંદ્ર સમાન” એવો અર્થ છે નહીં કે પૂર્ણચન્દ્ર જેવું પોતે ! કેમ કે કંઈક અપૂર્ણ એવા વિશિષ્ટ અર્થમાં કલ્પ... વગેરેનું સ્મરણ થાય છે. જો કે, “કંઈક અંશે અપૂર્ણ એવો પૂ ’’ શબ્દ વચનવૃત્તિથી રૂપકની છાયા ગ્રહે છે પરંતુ પ્રતીતિરૂપે તે ઉપમા જ છે. તેથી જ અહીં પૂર્ણેન્દુ જેવું વદન એવો અર્થ જ પ્રતીત થાય છે, નહીં કે “કંઈક અંશે અપૂર્ણ એવો પૂર્ણચન્દ્ર' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy