________________
૨૦૬) એ. ૧. સૂ. ૨].
२२१ અનેક (વર્ણો)નો એWી વધારે (વખત) પુનઃપ્રયોગ, જેમ કે,
બધી દિશાઓને સંધનાર, લતાઓને બાળી નાખનાર, હંમેશાં હરણાં ઉપર ક્રોધ ધરનાર, વૃક્ષોને કરમાવનાર, ભ્રમર વિષે ઓછા આનંદવાળા, સ્વચ્છ% (વી ફાલતા) કુન્દ (પુષ્પો)નો દ્રોહ કરનાર, ઝરણાંને સૂકવનાર, જમીનની રેતને તપાવનાર, જળને ઊકળતું કરનાર સૂર્યનું તેજ જેમાં ફેલાય છે તેવા ગ્રીષ્મ માસમાં મુસાફરી કરતા હે માન્ય (= મુસાફર તું) કેમ કરીને જીવે છે ? (૪૩૭)
સુભાષિતવલીમાં (૧૭૦૮), (બાણભટ્ટનો શ્લોક)] અહીં ‘રુધિ’ વગેરેનો (પુનઃ પ્રયોગ છે).
૧૦૫) અથવા, કેવળ તાત્પર્યનો જ ભેદ કરતા નામ કે, પદનો (એક કે અનેકનો) પુનઃ પ્રયોગ લાટ (ઠરાના લોકો)નો (અનુપ્રાસ = “લાટાનુપ્રાસ') છે. (૨)
શબ્દ અને અર્થનો અભેદ હોવા છતાં, અન્વયમાત્રનો (= ઉદ્દેશ્ય વિધેયભાવ અથવા તાત્પર્ય) ભેદ કરતા નામનો અથવા પદનો, એક કે અનેકનો, એકવાર કે અનેકવાર પુનઃપ્રયોગ (તે) લાટ(ના લોકો) સંબંધી, લાટના લોકોને પસંદ અનુપ્રાસ (= લટાનુપ્રાસ) (થયો). ( = લાટાનુપ્રાસ એ વર્ણોના નહિ પણ પદોના સામ્યરૂપ છે). તેમાં એક નામની એકવાર આવૃત્તિ, જેમ કે,
તે આ ત્રણે ભુવનમાં જેનો સંયમ પ્રખ્યાત છે તેવા શંકર વિરહથી દુઃખી થઈને શરીર વડે હાલ કામિની (= સ્ત્રી, પાર્વતી)ને (અર્ધનારીશ્વરરૂપે) ધારણ કરે છે, એનાથી અમે (= અમે પોતે કામદેવ) જિતાયા ! ( = ભગવાન શંકરે કામવિજય કર્યો તેવું કહેવાય છે, એવું યાદ કરીને જાણે કે) એમ પ્રિયતમા (રતિ)નો હાથ (પોતાના) હાથથી ટપારતો, જેને હાસ્ય જખ્યું છે તેવો કામદેવ જય પામે છે.” (૪૩૮) [ ]
અહીં ‘કર (વડ) એમાં નામની (આવૃત્તિ) (છે). એકથી વધારે વાર (પુનઃ પ્રયોગ) જેમ કે,
સૂર્ય જેવી યુતિવાળા, યશથી દશે દિશામાં પ્રખ્યાત, જેના નામમાં “રથ’ આગળ ‘દળ” (શબ્દ) છે તેવા, રાવણના શત્રુ (રામ)ના વડીલને (= પિતાને) બુધજનોએ જાણ્યા.” (૪૩૯) (રઘુ. ૮.૨૯]
અહીં ‘દશ’ એ નામની (એકાધિક આવૃત્તિ છે). (હવે) અનેકનો એકવાર (પુનઃપ્રયોગ), જેમ કે, જેણે અંધકારને છેવો છે તેવો (સૂર્ય) જય પામે છે... (૪૪૦)
બ્લિોક નં. ૨ ૩૬, કા. શા. ૩/૫ નીચે) (પૃ. નં. ૧૪૩)] (અનેકનો) અનેકવાર (પુનઃપ્રયોગ) જેમ કે,
“હે ઇન્દ્રતુલ્ય (= શકસંકાશ !) સફેદ ફૂલ ધારણ કરનાર કાશ (નામના છોડવા, અથવા કારપુષ્પના વેલાઓ) નદીઓનાં વસ્ત્રો બને છે. તે લક્ષ્મી રૂપી નદીના હંસ! (નદીઓના) નવીન કાંઠા (= રેતી) ઉપર બેઠેલા હંસ કાશ (પુષ્પો) જેવા લાગે છે. હે પૃથ્વી (= ઉપર ઊતરેલા) ચન્દ્ર રૂપ (રાજા !), ચન્દ્રમાં મેઘથી ( = આવરણથી) મુક્ત થવાથી સ્વચ્છ શરીરવાળો (બનેલો) હંસ જેવો લાગે છે, (અને) હે શત્રુઓ માટે કાળ રૂપ ! તને વિજય અપાવનાર શરદઋતુનો ચન્દ્ર જેવો (સફેદ, સ્વચ્છ) સમય આવી ગયો છે.” (૪૪૧)
વ્યિક્તિવિવેક, દ્વિતીય વિમર્શમાંથી ઉદ્ભૂત, પીનરુક્તની ચર્ચામાં (પૃ. ૩૩૩ આ.રે.કિ.))
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org