________________
અલંકાર સાથેના શબ્દ અને અર્થ (તે) ‘કાવ્ય’ એમ કહેવાયું છે. ત્યાં ‘‘અંગ (= શબ્દ અને અર્થ) ઉપર આધારિત તે (થયા) અલંકારો’' એવું (અલંકારનું) સામાન્ય લક્ષણ કહેવાયું (છે). હવે વિશેષ લક્ષણનો પ્રસંગ છે, (અને) ત્યાં પણ ‘શબ્દ’ના છ અલંકારો (અંગે) (ગ્રંથકાર) કહે છે.
૧૦૪) વ્યંજનની (પુન:) આવૃત્તિ (તે થયો) અનુપ્રાસ. (૧)
‘વ્યંજનની’ એમાં જાતિવિષયક એકવચન છે. તેથી એક અથવા અનેક વ્યંજનની આવૃત્તિ, એટલે કે પુનઃ પુનઃ પ્રયોગ, જે રસાનુસારી છે, પાસે પાસેનો, જેમાં વચ્ચે અંતર નથી તેવો (પ્રયોગ) (તે થયો) અનુપ્રાસ. તેમાં એક (વર્ણ)ની એક વખતની આવૃત્તિ (= પુનઃ પ્રયોગ)માં કોઈ પણ સુંદરતા નથી, તેથી અસકૃત્ (= એથી વધારે) આવૃત્તિ (જરૂરી છે એવું અહીં) પ્રાપ્ત થાય છે (= એવું અહીં અભિપ્રેત છે). અનેક વર્ણોનો (પુન: પ્રયોગ, આવૃત્તિ) તો એક્વાર તથા અનેક્વાર (આવકાર્ય છે). ત્યાં એક (વર્ણ)ની અનેક્વાર આવૃત્તિ (= પુન: પ્રયોગ) (નું ઉદાહરણ) જેમ કે,
44
(સ્તન ભારથી) સહેજ નમેલી તે (નાયિકા)ના, કામદેવની રંગશાળા જેવા શરીરને હાવભાવમયી ચેષ્ટાઓએ એ રીતે પોતાને આધીન કરી દીધું છે કે જેથી આ (= ચેષ્ટાઓ, ભફ્ળીઓ) યુવાનોનાં ચિત્તને એકદમ જ બીજા (વિષયો)ના ચિન્તનથી રહિત (= વગરના) કરી દે છે. (૪૩૩)
[
]
અનેક (વર્ગો, વ્યંજનો)ની એકવખત આવૃત્તિ (= પુન: પ્રયોગ) જેમ કે,
॥ અધ્યાય ૫ ॥
44
પછી (= પ્રાતઃકાળે) (સૂર્યના સારથિ એવા) અરુણના ગતિશીલ થવાથી (= અરુણના પ્રવૃત્ત થવાથી), મલિન સ્વરૂપવાળા ચન્દ્રમાએ કામ (ના ઉપભોગ)થી દુર્બળ કામિનીના કપોલ (= ગાલ) જેવી પાણ્ડતા (= ફિક્કાશ) ધારણ કરી.’’ (૪૩૪)
[સુભાષિતવલિમાં- ૨૧૫૩, ભગવાન વાલ્મીકિ મુનિનો શ્લોક] અહીં ‘રુ’, ‘રિ’, ‘ન્દ’, ‘ન્દિ’ વગેરે અનેક (વર્ણો)ની એકવાર આવૃત્તિ (= પુન: પ્રયોગ) છે. અથવા જેમ કે,
‘“તે વિધાતા જેવા વડીલ (= ગુરુજન) વડે પ્રયોજાયેલી નિતમ્બના ભારવાળી, મત્ત (થયેલા) ચકોર (નાં નેત્રો જેવાં) નેત્રોવાળી લજ્જાયુક્ત તેણે અગ્નિમાં લાજ (નામે ધાન્યના દાણા) નાખ્યા.’’ (૪૩૫) [રઘુ. ૭.૨૫]
અહીં બે બે અને ત્રણ ત્રણ વ્યંજનોની એકવાર આવૃત્તિ ( = પુનઃ પ્રયોગ) (થયેલ છે). અથવા જેમ કે, ‘“ધૂસરિત થયેલી સરિતામાં...'' (૪૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org