________________
।। અધ્યાય ૪
‘ગુણવાળા રાબ્દ અને અર્થ તે કાવ્ય' એમ કહેવાયું છે. ગુણોનું રસના ઉત્કર્ષમાં હેતુરૂપ હોવાનું સામાન્યલક્ષણ આપેલું છે. હવે તેના ( = ગુણોના) પ્રકારો કહે છે.
૯૫) માધુર્ય, ઓજસ અને પ્રસાદ એમ ત્રણ ગુણો છે. (૧)
ત્રણ જ, દશ કે પાંચ નહીં. લક્ષણનો વ્યભિચાર થવાયી તથા કહેવાનારા ગુણોમાં (અન્ય ગુણોનો) અન્તર્ભાવ થવાથી અને દોષમા પરિહારરૂપે સ્વીકારાયેલા હોવાથી (ત્રણથી વધારે ગુણો સંભવતા નથી) ગુણો (અર્થાત્) રસના ગુણો; શબ્દ અને અર્થના તો (તે) ઔપચારિક રીતે એમ કહેવાયું છે જ.
તે (= ગુણો) પૈકી માધુર્યનું લક્ષણ કહે છે.
૯૬) ક્રુતિનું કારણ તે માધુર્ય (જે) શૃંગાર (રસ)માં (જણાય છે). (૨)
ક્રુતિ એટલે આર્દ્રતા. ચિત્તનું જાણે કે પીગળવું. શૃંગારમાં અર્થાત્ સંભોગ (શૃંગાર)માં. શૃંગારના જે અંગરૂપ હાસ્ય, અદ્ભુત વગેરે રસ છે તેમાં પણ માધુર્ય ગુણ (રહેલો છે)
૯૭) શાન્ત, કરુણ (અને) વિપ્રલંભ (શૃંગાર)માં (ઉત્તરોત્તર) તેનો (= માધુર્યનો) અતિશય (જોવા મળે છે). (૩)
અતિશય (જોવા મળે છે) કારણ કે, તે વિશેષ દ્રુતિનું કારણ છે.
એના (= માધુર્યના) વ્યંજકો (નિર્દેશતાં) કહે છે
૯૮) તેમાં પોતાના (વર્ગના) અંતિમ (વર્ણી) સાથે જોડાયેલ ‘૨’ વર્ગ સિવાયના (= ઙ, ચ, ત, ૫) વર્ગ, હ્રસ્વ (સ્વર)થી વ્યવહિત ‘૨’ અને ‘ણ’ અને સમાસરહિત મૃદુ રચના (એ માધુર્યના વ્યંજકો છે.) (૪)
પોતાના એટલે પોતાના વર્ગના અંત્ય , ક્રૂ, જૂ, મૈં, મૈં રૂપ વર્ષોથી જોડાયેલા, ‘૨’ વર્ગ વગરના અર્થાત્ ૮, ઠ, ડ, ઢ વગરના બાકીના વર્ગો અને ‘૨’ ને ‘ણ’ હૂસ્વ સ્વરથી વ્યવહિત હોતાં (માધુર્યના ભંજક બને છે.) અસમાસ રચના એટલે સમાસનો અભાવ અથવા ઓછા સમાસ હોય તેવી અને મૂઠુ રચના (અભિપ્રેત છે.) તેમાં એટલે કે માધુર્યમાં (અર્થાત્) માધુર્યની વ્યંજક બને છે એમ અર્થ થયો.
જેમ કે, હે કામદેવ પર વિજય મેળવનાર (રાજન્) ઝંકારથી મનોહર (જણાતા) નૂપુરવાળી, સુંદર સુવર્ણની મેખલાવાળી, કંકણથી અંકિત હાથવાળી તારી સ્ત્રીઓ શોભે છે (૪૨૪)
ઘોર યુદ્ધમાં યુદ્ધ કરતી તથા હાથીઓના વધનું કારણ બનતી તારી તલવારને સંગ્રામમાં રુચિવાળી દિવ્ય તરુણીઓ પ્રિયતમને માટે જુએ છે. (૪૨૫)
[
]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org