SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨-૨૪) ૬. રૂ. સૂ. ૮-૬૦] વિધિ દ્વારા અનુવાદ પરિવૃત્ત (થયો છે.) જેમ કે, આજે સ્તુતિ દ્વારા પ્રયત્નપૂર્ણ જગાડેલો તું રાત્રે સૂઈ શકીશ (કેમ કે) આજે જગતને કૃષ્ણ વગરનું, પાંડવ વગરનું અને સોમ(વંરા) વગરનું (કરીશા) બાહુબળવાળાઓની આ યુદ્ધથા આજે સમાપ્ત થાય છે, પૃથ્વી ઉપરનો શત્રુરૂપી જંગલનો મોટો ભાર આજે દૂર થાઓ. (૪૨૩) [વેણી૦–૩.૩૪] અહીં, યિત એ અનુવાદ કહેવાને બદલે, શેષે એમ વિધિ કહેલ છે. (અર્થાત્, શયિત/સૂતેલો એવો તું પ્રયત્નથી જગાડાઈશ એમ ‘વિધિ’ યોગ્ય છે. નહિ કે ‘શેષે’ એમ ક્રિયાપદથી શયનનો; કેમ કે શયિત:/ સૂતેલો જગાડવામાં આવરો નહિ કે બોધિત/જાણકારીવાળો સૂરો.) વળી, પ્રયત્નપૂર્વક પરિબોધિત કરાય છે એમ વિધિ કહેવાને સ્થાને પરિબોધિત એમ કહેવાયું છે તેથી પરિવૃત્તવિધિત્વ પણ છે. અહીં, અન્વર્યબળે જ (અર્થ) પ્રાપ્તિ થતાં પદ વગેરે દોષોનાં વિશેષ લક્ષણ કહ્યાં નથી. હવે તેના અપવાદો કહે છે २०९ ૯૨) અનુકરણમાં (દોષ રહેતો) નથી. (૮) 13} રોષા:- એમ અનુવર્તિત થાય છે. અનુકરણની બાબતમાં નિરર્થક વગેરે શબ્દાર્થદોષો સંભવતા નથી. ઉદાહરણ, પહેલાં જ દર્શાવેલ છે. ૯૩) વક્તા, વગેરેના ઔચિત્યમાં પણ (દોષ રહેતો નથી) (૯) 185,157 વક્તા, પ્રતિપાદ્ય વિગત, વ્યંગ્ય, વાચ્ય, પ્રકરણ વગેરેના મહિમાથી દોષ (રહેતો) નથી (પણ) ગુણ બને છે. તે રીતે ઉદાહૃત કરાયેલ છે જ. ૯૪) ક્યારેક ગુણરૂપ (અને છે.) (૧૦) વક્તા, વગેરેના ઔચિત્યમાં ક્યારેક ગુણરૂપ જ (જણાય છે) તે પ્રમાણે જ ઉદાહરણ કરેલ છે. આ પ્રમાણે આયાર્યશ્રી હેમચન્દ્રવિરચિત અલંકારચૂડામણિ નામે સ્વોપજ્ઞકાવ્યાનુશાસનની વૃત્તિમાં દોષવિવેચન નામે ત્રીજો અધ્યાય સંપૂર્ણ થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy