________________
૨૨) મરૂ. . ૭].
२०३ અથવા જેમ કે ઉપમામાં - વિસ્તૃત અર્થરૂપી કિરણોવાળા કાવ્યરૂપી ચંદ્રને ગૂંગું . (૪૦૯)
અહીં, કાવ્યનું ચન્દ્ર સાથે (તથા) અર્થોનું કિરણો સાથેનું સાધર્મ પ્રસિદ્ધ નથી. તથા, વિકસિત થતા વદનની અંદર સ્મિતની છાયા પ્રકારો છે, આકાશમાં રહેલી ચંદ્રિકા જેમ ખીલેલા કમળમાં (શોભે તેમ). (૪૧૦)
અહીં, મધ્ય (આકાશ) માં રહેલી ચંદ્રિકાથી અરવિંદ ( =કમળ)નું ખીલવું અસંભવ છે તેથી પ્રસિદ્ધિવિરુદ્ધ છે.
કલા અને ચતુર્વર્ગનાં શાસ્ત્રો તે છે વિઘા. લા_ગીત, નૃત, ચિત્રકર્મ વગેરે રૂપ છે. તેમાં ગીતવિરુદ્ધત્વ છે - જેમ કે,
બહુ દૂર સુધી સંભળાતા વિકારહીને ધ્વનિવાળા, તથા મધુર કંઠવાળા બન્દી લોકો શ્રુતિ (= સ્વરનો આરંભ) થી અતિશાયિત ષડજ સ્વરને ભિન્ન કરીને તથા પંચમ સ્વરને પીડિત કરતા (= તેને પણ છોડીને) વીણા વગેરે વાઘોની સાથે (અથવા સર્વદા) રૂષભ સ્વરને પણ છોડીને રાત્રિના પરિણામ અર્થાત્ સમાપ્તિને આ રીતે માધવને માટે (જાહેર કરે છે). (૪૧૧)
[શિશુપાલવધ-૧૧.૧] શ્રુતિસમધિ - એટલે શ્રુતિથી અધિક - અર્થાત્ પાંચ શ્રુતિઓવાળું એમ અર્થ છે. (તે) પડ છે. શ્રુતિના હ્રાસથી ઓછા થાય છે એમ અર્થ છે. પડજ વગેરે જેમાં ભિન્ન કરાયા છે એમ (સમજવું) અર્થાત્ ષડજને ભિન્ન કરીને. પ્રાત:કાલે ભિન્નષડજ ગાવો જોઈએ એવો નિયમ હોવાથી. અહીં ભિન્નષડજ દ્વારા માગધી ગીતિનું નિબંધન કરાયું છે. તેમાં ઋષભની જેમ પંચમ સંભવિત નથી. તો શ્રુતિસમધિત્વ તો દૂર રહ્યું. કેમ કે, ભિન્નષડજનું આ લક્ષણ છે –
(૩૧) ધવતનો ન્યાસ તે “ધાંશ” છે, જે પંચમ અને ઋષભ વગરનો છે. ષડજ અને ઉદીચ્યવતી જાતિથી ભિન્નષડજ ઉદાત કરાયો છે.
આ રીતે, અન્ય કલાઓમાં પણ ઉદાહરણ આપવાં. ચતુર્વર્ગમાં ધર્મશાસ્ત્રવિરુદ્ધત્વ - જેમ કે, તે બ્રાહ્મણ નિરંતર રાજસૂય (યજ્ઞ) વડે અને અશ્વમેધ (યશો) વડે પૂજા કરે છે. (૧૨)
દ્વિટ-૧૧.૬]
અહીં ‘વિ' (તે ધર્મશાસ્ત્રવિરુદ્ધ છે) (કેમ કે, તેમાં ક્ષત્રિયનો જ અધિકાર છે. અર્થશાસ્ત્રવિરુદ્ધત્વ - જેમ કે, અહંકાર વડે શત્રુઓ જિતાય છે તો નીતિરૂપી લક્ષ્મીથી શું ? (૪૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org