________________
૧૦) . ૩. પૂ. દ]
१६१ કાલ, પુરુષ, વિધિ વગેરે ભેદમાં પણ તે જ રીતે અસ્મલિત રૂપે પ્રતીતિ થતી નથી તેથી આ પણ અનન્વિતનો જ વિષય છે. જેમ કે,
રાત્રિના પાછલા પ્રહર પાસેથી ચેતના પ્રસાદને પામે છે તેમ કુમુવતી કકુસ્થ કુળમાં જન્મેલ (= કુશ) પાસેથી અતિથિ નામે પુત્રને પામી. (૨૮૪)
રિઘુવંશ- ૧૭.૧] અહીં, ચેતના પ્રસન્નતાને પામે છે, “પામી'' એમ નથી, તેથી કાલભેદ છે.
હમણાં જ સ્નાન કરવાથી વિશેષ વ્યક્ત કાંતિવાળી, કુસુંભ પુષ્પના રંગથી સુંદર ને ચમકતા રેશમી વસ્ત્રથી શોભતી, કામદેવની પૂજા કરતી, નવી કુંપળોવાળી નાના પલ્લવવાળાં વૃક્ષમાંથી ઊગી હોય તેવી લતાની જેમ તું શોભે છે. (૨૮૫)
રિત્નાવલી-૧.૨૦] અહીં ત્તતા વિઝનને એમ (તૃતીય પુરુષ) આવે, નહીં કે વિષ્ટાનો (જેમાં દ્વિતીય પુરુષ છે) તેથી પુરુષભેદ છે.
ગંગાની જેમ તારી કીર્તિદેવ વહેતી રહો. (૨૮૬) વગેરેમાં પ્રવતિ' (વહે છે), નહિ કે “પ્રવતુ” (= વહો) એમ અપવૃત્તના પ્રવર્તનરૂપ વિધિનો (ભેદ છે).
આ રીતે, ઉપમાનગત બીજા અર્થનો સંભવ ન હોવાથી વિધિ વગેરેનો ભેદ છે. હવે આઠ ઉભયદોષો કહે છે –
૯૦) અપયુકત, અશ્લીલ, અસમર્થ, અનુચિતાર્થ, શ્રુતિક, કિલ, અવિકૃવિધેયાંશ, વિરુદ્ધબુદ્ધિકુતું (એ આઠ) (પદ અને વાક્યના) ઉભયના (દોષો છે). (૬)
બંનેના એટલે કે - પદના અને વાક્યના એમ અર્થ છે. “દોષ’’ એમ (જોડાય) છે.
કવિઓ વડે સ્વીકારાયેલ ન હોવાથી (થતો દોષ) અપ્રયુક્તત્વ (કહેવાય છે). તે લોકમાં જ પ્રસિદ્ધ હોવાથી અને શાસ્ત્રમાં જ પ્રસિદ્ધ હોવાથી (એમ બે પ્રકારે સંભવે છે.)
(તે પૈકી) પ્રથમ – જેમ કે, દુઃખની વાત છે – શા માટે આ યૂ યૂ કરાયેલી (= તિરસ્કારાયેલી) રડે છે ? (૨૮૭) (ધૂતા) આ દેશ્ય (પ્રયોગ) છે, જે આટલું જ છે. જે કહ્યું છે કે,
(૨૨) જે દેશ્ય (શબ્દ)ની પ્રકૃતિપ્રત્યયમૂલક વ્યુત્પત્તિ નથી તે મડહ વગેરે (“સૂક્ષ્મ વગેરેના વાચક શબ્દો) કોઈપણ રીતે અહીં રૂઢિ છે (એમ કરીને) સંસ્કૃતમાં ન પ્રયોજવા જોઈએ. બ્રિટ-૬.૨ ૭]
(અપ્રયુક્તત્વ) ક્યારેક ગુણરૂપ (જણાય છે) જેમ કે,
“દેવ !, કલ્યાણ હો. અમે બ્રાહ્મણો છીએ. અહીંતહીં સ્નાન વડે પાપરહિત થતા, યમુના ને ગંગાના સંગમ જળમાં સ્નાન કરવાને ઇચ્છીએ છીએ. તો અમે સાતે લોકના પવિત્રીકરણ માટેના એકમાત્ર વ્રતની યાચના કરીએ છીએ. અમને યશ આપો. (ગંગાના) સફેદ અને (યમુનાના) શ્યામ જળના ભેદથી અમારામાં (સારા/ નરસાનો) વિવેક બની રહો.” (૨૮૮)
અહીં, મુગ્ધ નહીં હોવા છતાં મુગ્ધની જેમ બ્રાહ્મણના બોલવામાં “સ્વતિ' એ ગુણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org