________________
૮૭
૧૨-૧૩) અ. ૨. પૂ. ર૬-૨૮]
૫૧) કાર્યના ભંગથી (જન્મતો) વિષાઠ સહાયની શોધ, મુખ શોષાવું વગેરે કરનાર છે. (૨૬).
આરંભેલ કર્મ ઉપાયના અભાવે અથવા (તેના) નાશથી અટકી જતાં મનની પીડા (થાય) તે વિષાદ છે. મદદ માટેની શોધ, ઉપાયની વિચારણા, ઉત્સાહનો નાશ, વૈમનસ્ય વગેરે દ્વારા ઉત્તમ અને મધ્યમજનોના તથા મોં સુકાવું, જીભથી લોહી ચાટવું, નિદ્રા, શ્વાસ, ધ્યાન વગેરે વડે અધમોના વિષાદને નિરૂપવો.
જેમ કે,
વાનરપતિ સાથેનું મારું સખ્ય પણ જ્યાં વ્યર્થ છે અને વાનરોનો પરિશ્રમ પણ વૃથા છે, જ્યાં જાખવાનની પ્રજ્ઞા (ચાલતી) (નથી અને જ્યાં) વાયુપુત્રની પણ ગતિ નથી, વિશ્વકર્માનો દીકરો નલ પણ જ્યાં માર્ગ કરવાને શક્તિમાન નથી અને જ્યાં લક્ષ્મણના બાણનો પણ વિષય નથી ત્યાં ક્યાંક મારી પ્રિયા છે. (૧૨૭)
[ઉત્તરરામચરિત-૩.૪૬]. ૫૨) મઘના ઉપયોગથી સંભવતો મદ સૂઈ રહેવું, હાસ્ય, યાદ ન રહેવું વગેરે કરનાર છે. (૨૦)
મદ્યપાનથી આનંદ અને સંમોહનું મિલન તે થયો મદ. સૂવું, સ્મિત કરવું, ગાવું, સહેજ આંસુથી ખરડાવું, ગતિમાં સ્કૂલન, મીઠું બોલવું, રુંવાડાં ખડાં થવાં, વગેરે દ્વારા ઉત્તમોનો (મદ); હાસ્ય, ગીત, ઢળી પડેલા વ્યાકુળ હાથ (આમતેમ) નાખવા, વાંકીચૂંકી ગતિ વગેરે મધ્યમોનો (મદ) તથા યાદ ન રહેવું, ચકચૂર થવું, લથડિયાં ખાવાં, રડવું, ઊલટી, ગળું સુકાવું, ઘૂંકવું વગેરે વડે અધમોનો (મદ) વર્ણવવો. અને વળી,
(૧૩) ઉત્તમ, અધમ ને મધ્યમને વિષે પહેલો મદ નિરૂપવો. મધ્યને નીચને વિષે બીજો મદ નિરૂપવો તથા ફક્ત નીચને વિષે જ ત્રીજો મઠ વર્ણવવો.
જેમ કે,
અસંપૂર્ણ (રીતે) કહેલાં વચન, સરી પડેલ હાર, વસ્ત્ર તથા અલંકારની ઉપેક્ષા, વગર કારણે જવા માટે ઊઠવું (આ બધાં કાર્ય) આ (રમણીઓ)ના મકવિભ્રમને વ્યક્ત કરે છે. (૧૨૮)
[શિશુપાલવધ-૧૦.૧૬] ૫૩) વિરહ વગેરે દ્વારા (જન્મતો) મનનો તાપ તે વ્યાધિ (કહેવાય છે) તે મોં સુકાવું વગેરે કરનાર છે. (૨૮)
વિરહ, અભિલાષા વગેરે દ્વારા મનનો તાપ વ્યાધિનું કારણ બનતો હોઈ વ્યાધિ (કહેવાય છે). તેને મોં સુકવું, અંગો શિથિલ થવાં, ગાત્રાધિક્ષેપ (= અંગો ઉછાળવાં) વગેરે દ્વારા વર્ણવવો જોઈએ.
મનનો રોગ તીવ્ર વિષની જેમ નિરંતર ફેલાય છે. સંતાપકારી તે, વાયુ નંખાયેલ અગ્નિની જેમ ધુમાડા વિના બળે છે. પ્રબળ વરની જેમ (તે) પ્રત્યેક અંગને પડે છે. મને બચાવવાને ન પિતા સમર્થ છે, ન માતા કે ન આપ સન્નારી. (૧૨૯)
[માલતીમાધવ- ૨.૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org