________________
૪રૂ-૪૪) ૬. ૨. સૂ. ૬૮-૨૧]
(હવે) શાન્તને કહે છે
૪૩) વૈરાગ્ય વગેરે વિભાવો, ચમ વગેરે અનુભાવો, ધૃતિ વગેરે વ્યભિચારીઓથી યુક્ત શમ (સ્થાયી) શાંત (રસ બને છે). (૧૮)
-
વૈરાગ્ય, સંસારથી ભીરુતા, તત્ત્વજ્ઞાન, વીતરાગની સેવા, પરમેશ્વરની કૃપા વગેરે વિભાવો; યમ, નિયમ, અધ્યાત્મશાસ્ત્રનું ચિંતન વગેરે અનુભાવો (અને) ધૃતિ, સ્મૃતિ, નિર્વેદ, મતિ વગેરે વ્યભિચારીઓવાળો, તૃષ્ણાના ક્ષયરૂપ શમ (રૂપી) સ્થાયિભાવ ચર્વણારૂપ બનતાં શાન્તરસ (કહેવાય છે). જેમ કે,
७७
ગંગાને કિનારે હિમાલયની શિલા પર જેણે પદ્માસન વાળ્યું છે, બ્રહ્મનું ધ્યાન કરવાના અભ્યાસના વિધિથી જે યોગનિદ્રાને પામેલ છે તેવા મારું, જે (સારા દિવસોમાં) વૃદ્ધ હરણો શિંગડાની ખણજ દૂર કરવા શંકારહિત ખણે છે તે સારા દિવસોથી (મારું) શું થવાનું (= નીપજવાનું) ? (૧૧૬૬)
[ભર્તૃહરિ : વૈરાગ્યશતક - ૧૮]
વિષય તરફની જુગુપ્સારૂપ હોઈ આનો (= શમનો) અંતર્ભાવ બીભત્સમાં કરવો યોગ્ય નથી (કેમ કે) જુગુપ્સા આની (એટલે કે શાન્તની) વ્યભિચારિણી બને છે, સ્થાયિત્વને પામતી નથી, કારણ કે છેક સુધી નિર્વાહ થતાં, તેનો ( = જુગુપ્સાનો) મૂળથી જ છેદ ઊડી જાય છે. ધર્મવીરમાં પણ નહીં (એટલે કે, શાંતનો અંતર્ભાવ ધર્મવીરમાં પણ ન કરવો જોઈએ), કેમ કે તે (= ધર્મવીર) અભિમાનયુક્તરૂપે સ્વીકારાયેલ છે (જ્યારે) આ (શાન્ત) અહંકારના શમનરૂપ હોય છે. તો પણ તે બંનેને એક માનવામાં આવે, તો - વીર અને રૌદ્રને વિષે પણ તેમ જ કરવાનો પ્રસંગ આવરો. ધર્મવીર વગેરે ચિત્તવૃત્તિવિશેષો સંપૂર્ણતયા અહંકારરહિત હોતાં (તેમને) શાન્તરસના પ્રકારરૂપ માની શકાય. તે સિવાય તો તે, વીરરસના પ્રકારરૂપ હોવાનું નિશ્ચિત હોઈ (તેમાં) કોઈ વિરોધ નથી. તેથી આ રીતે, પરસ્પરથી ભિન્ન નવ રસો છે. તેમના ( = તે નવ રસોના) સ્થાયિભાવો અનુક્રમે સંગ્રહિત કરે છે.
૪૪) રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય (અને) શમ તે સ્થાયી ભાવો છે. (૧૯) ભાવિત કરે છે ( અર્થાત્ ચિત્તવૃત્તિઓ (પોતે, પોતાને) અલૌકિક વાચિક વગેરે અભિનયની પ્રક્રિયામાં આરૂઢ થવાથી, લૌકિક દશામાં પોતે આસ્વાદ્ય ન હોવા છતાં પણ (પોતાની જાતને) આસ્વાદ્ય બનાવે છે; અથવા, ભાવિત કરે છે એટલે કે, સામાજિકના મનને વ્યાપી જાય છે. તે ભાવ (કહેવાય) છે (તે) સ્થાયી અને વ્યભિચારી (હોય છે) તે પૈકી સ્થાયિત્વ આટલાનું (= ઉપર નિર્દેશેલ નવનું) જ (હોય છે).
Jain Education International
(કેમ કે) જન્મતાંની સાથે જ, પ્રાણી આટલી સંવિદાઓથી યુક્ત હોય છે. જેમ કે, દુ:ખનો દ્વેષ કરનાર, સુખોપભોગની લાલસા રાખનાર સહુ (પ્રાણીમાત્ર) ભોગવવાની ઇચ્છાથી યુક્ત હોય છે. પોતાનામાં ઉત્કર્ષ પામેલી (તે ભાવનાથી) પારકાને હસે છે, ઉત્કર્ષમાં વિઘ્નના હેતુના પરિહાર માટે ઉદ્યમી બને છે. વિનિપાતથી ડરે છે, કેટલીક વિગતને અયોગ્ય માનતો તે (તેને વિષે) જુગુપ્સા સેવે છે, જે તે પોતાના કે પારકાના કર્તવ્યની સુંદરતા જોઈને વિસ્મય પામે છે અને કંઈક છોડી દેવાની ઇચ્છાવાળો, તેને વિષે વૈરાગ્યને કારણે શમને સેવે છે. આ ચિત્તવૃત્તિની વાસનારહિત (કોઈ) પ્રાણી હોતું નથી. માત્ર કોઈક (પ્રાણી)ની કોઈક ચિત્તવૃત્તિ અધિક (માત્રામાં) હોય, કોઈકની ઓછી, કોઈકની યોગ્ય વિષયમાં નિયંત્રિત (ચિત્તવૃત્તિ) હોય ને કોઈકની તેનાથી ઊલટી. તેથી (તેમાંની) કોઈક જ (ચિત્તવૃત્તિ) પુરુષાર્થને વિષે ઉપયોગી બને છે ને તેથી ઉપદેશયોગ્ય છે. તેમના વિભાગ ઉપર આધારિત ઉત્તમ પ્રકૃતિ (મધ્યમ પ્રકૃતિ) વગેરે વ્યવહાર થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org