________________
રૂ૭-૩૮) અ. ૨. સૂ. ૬૨-૬]
તેમાં આત્મસ્થ હાસ (નું ઉદા.) જેમ કે,
હાથમાં ઊંચી ( = ફેલાયેલી) ફેણવાળા નાગરાજરૂપી કંકણ, ભભૂક્તા અગ્નિવાળું નયન, દખાવેલા કાલકૂટ (વિષ)થી કુટિલ (= કાળા ડાઘવાળો) એવો કંઠ, ગજેન્દ્રના ચર્મરૂપી વસ્ત્ર-ગૌરીનાં લોચનને લોભાવવાને આ મારો વરરાજાનો વેષ ! આમ ગાલ ફરકવાથી જણાતો, પશુપતિના હાસ્યનો આવિર્ભાવ તમારું સંરક્ષણ કરો. (૧૦૯) [શૃંગારતિલક – ૩.૯]
પરસ્થ (હાસનું ઉઠા.) જેમ કે,
સુવર્ણના કલશ જેવા સ્વચ્છ, રાધાના પયોધરમંડળમાં પ્રતિબિંબિત થયેલી પોતાની નવા વાદળ જેવી શ્યામ કાન્તિને, શ્યામ વસ્ત્રના છેડાની ભ્રાંતિથી વારંવાર દૂર કરતા ( = દૂર કરવાની કોશિશ કરતા), પ્રિયાથી હસાયેલા (તથા) જેને લજ્જાજન્ય હાસ્ય સુર્યું છે તેવા હરિ જય પામે છે. (૧૧૦)
[વીન્દ્રવચન, ૪૯, વૈદ્દોકનું (પદ્ય)]
(હવે) કરુણને કહે છે
૩૭) ઇષ્ટનો નાશ વગેરે વિભાવ, દૈવનો ઉપાલંભ વગેરે અનુભાવ તથા દુઃખમય વ્યભિચારીઓથી યુક્ત શોક (સ્થાયી) તે કરુણ (રસ) છે. (૧૨)
ઇષ્ટનો વિયોગ તથા અનિષ્ટના યોગરૂપ વિભાવયુક્ત, દેવનો ઉપાલંભ, નિ:શ્વાસ, દૂબળા પડવું, મુખનો રોષ, સ્વરભેદ, આંસુ સારવાં, વિવર્ણતા, પ્રલય (= બેભાન થવું), સ્તંભ ( = જડ થઈ જવું), કંપ, જમીન ઉપર આળોટવું, ગાત્રો શિથિલ થવાં, આક્રુન્દ વગેરે અનુભાવયુક્ત તથા નિર્વેદ, ગ્લાનિ, ચિંતા, ઔત્સુક્ય, મોહ, શ્રમ, ત્રાસ, વિષાદ, દીનતા, વ્યાધિ, જડતા, ઉન્માદ, અપસ્માર, આલસ્ય, મરણ વગેરે દુ:ખમય વ્યભિચારીઓથી યુક્ત ચિત્તના વૈધુર્યરૂપ શોસ્થાયી ચર્વણીય બનતાં કરુણ રસ (કહેવાય છે).
જેમ કે,
અરે, પ્રાણનાથ ! તું જીવે છે. (૧૧૧)
વગેરે રતિપ્રલાપોમાં.
७१
-
(હવે) રૌદ્રને કહે છે
૩૮) પત્નીના અપહરણ વગેરે વિભાવ, ચક્ષુરાગ વગેરે અનુભાવ તથા ઉગ્રતા વગેરે વ્યભિચારીવાળો ક્રોધ (સ્થાયી) તે રૌદ્ર (રસ કહેવાય છે). (૧૩)
Jain Education International
[કુમારસંભવ-૪. ૩]
પત્નીનું અપહરણ, દેશ, જાતિ, કુળ, વિદ્યા, કર્મ વગેરેની નિંદા, અસત્યવચન, પોતાના નોકરને ઠપકો, ઉપહાસ ( = મરકરી), વાણીની કઠોરતા, દ્રોહ, માત્સર્ય વગેરે વિભાવયુક્ત; ચક્ષુરાગ, ભ્રૂકુટિ ખેંચવી, દાંત
-
હોઠ ભીડવા, ગાલ ફુલાવવા, હથેળી મસળવી, મારવું, પાડી નાખવું, પીડા કરવી, ઘા કરવો, રાસ્ત્ર વાપરવું, લોહી કાઢવું, કાપી નાખવું વગેરે અનુભાવોવાળો (તથા) ઉગ્રતા, આવેગ, ઉત્સાહ, વિબોધ, અમર્ષ, ચાપલ વગેરે વ્યભિચારી યુક્ત ક્રોધ સ્થાયી ચર્વણા પામતાં રૌદ્ર રસ (કહેવાય છે).
For Private & Personal Use Only
www.jainelibrary.org