________________
વસતા મારા તમામ પટણી ભાઈ-બહેનો, જ્ઞાતિ, ધર્મ કે લિંગના ભેદ વગર, સહુનો આદર કરવા આચાર્યશ્રીના કાવ્યાનુશાસનનો ગુજરાતી અનુવાદ અને પૂર્વપીઠિકા લખવાનું યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યાપક તરીકે એક ‘રિસર્ચ-પ્રોજેક્ટ' તરીકે સ્વીકાર્યું હતું. બીજા પ્રોજેક્ટ એક યા બીજે નિમિત્તે આગળ વધી ગયા, ગ્રંથો યુનિવર્સિટીએ છાપી પણ દીધા, અને આ ગ્રંથનું કાર્ય વિલંબમાં પડ્યું, ધીમે ચાલ્યું, પણ ચાલતું રહ્યું.
છેવટે એક વાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના સંસ્કૃત વિભાગે આચાર્યશ્રી અંગે એક ખાસ સેમિનાર યોજ્યો. તે વખતે આ ગ્રંથ પૂરો થવામાં હતો. સ્વાભાવિક રીતે તેનો સંદર્ભ આવ્યો ત્યારે આ ગ્રંથ જેનો છે તેમને, પૂ. આચાર્યશ્રીને, તેમના પ્રશંસક પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહદેવને, પાટણને અને પાટણવાસીઓને સમર્પિત કરવાની ભાવના જાગી અને તેવું ઈશ્વરપ્રેરિત હોય તેમ બોલાઈ ગયું. ત્યારે ત્યાં ડૉ. જિતેન્દ્રભાઈ શાહ અધ્યક્ષ, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ, અને હાલ ત્યાં જ માનાર્ક સેવા આપતા પાટણ કૉલેજના ભૂતપૂર્વ આચાર્યશ્રી પ્રો. કાનજીભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત હતા. તેઓ બન્ને આ સંદર્ભમાં મારા ઘરે પધાર્યા અને કાર્ય પૂર્ણ કરવા પ્રોત્સાહિત કર્યો અને L. D. Institute દ્વારા તે પ્રકાશિત થશે તેવી આશા આપી. મારા ત્રણે ગુરુજનો, અને ઇષ્ટની કૃપાથી આજે આ કાર્ય સંપન્ન થયું છે. વચ્ચે પૂ. જંબૂવિજયજી મહારાજસાહેબના પણ આ અંગે આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. ‘સહૃદયમનઃપ્રીત’ આ પ્રવૃત્તિ આદરી હતી અને તેમાં કેવી ક્ષમતા મેં દાખવી છે તે માટે પણ વિદ્વાનું સહૃદયો જ પ્રમાણ બનશે એવી શ્રદ્ધા સાથે આપ સહુની સેવામાં સદા પરાયણ રહેતા,
આપના ગુણાનુરાગી તપસ્વી નાન્દીનાં
વંદન
અને વળી,
આ કાર્યમાં પ્રેરણા અને શક્તિ પૂરાં પાડવા માટે મારાં સ્વજનો, સૌ. હર્ષા, દીકરી સૌ. ચિન્મયી, વહાલા જમાઈશ્રી ડૉ. મયૂરભાઈ તથા મારા બે દોહિત્રો ચિ. પાર્થ અને ચિ. મિતનો આભાર કેમ કરીને ભુલાય ? સાથે પૂ. રાજયોગીજી શ્રી નરેન્દ્રજીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે તેનો પણ ઉલ્લેખ સાભાર કરી લઈશ. ગ્રંથ પૂરો થવામાં હતો ત્યારે એક વહેલી સવારે સ્વપ્નમાં જૈન ગુરુમહારાજના એક આખા સમૂહ દર્શન આપી આશીર્વાદ આપ્યા હતા. એ દિવ્ય સ્વપ્નને દિવ્યકૃપાના અવતરણ રૂપે આપણે સમજીશું.
લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરે આ ગ્રંથ છપાવી પ્રસિદ્ધ કર્યો, તેમાં મૂળ ગ્રંથ છાપવા મુંબઈના મહાવીર જૈન વિદ્યાલયે કૃપા કરી સંમતિ આપી, એ માટે એ સહુનો, શ્રી જિતેન્દ્રભાઈ તથા શ્રી કાપડિયાસાહેબ તથા શ્રી કાનજીભાઈ પટેલ સાહેબનો તથા સહુ ગુણીજનોનો આભાર.
૨૯-૭-'૯૯ ગુરુવાર. (ચિ. પાર્થનો Happy Birth day) ૪, પ્રોક્સર્સ કોલોની, નવરંગપુરા, અમદાવાદ-૯.
તપસ્વી નાન્દી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org