________________
‘પિ ચ'...
કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રના કાવ્યાનુશાસનનો પરિચય કેળવવાનું આજથી ૪૬ વર્ષ પહેલાં (ઈ. સ. ૧૯૫૩-૫૫) શરૂ થયું. M.A.ની તૈયારીમાં આ ગ્રંથ અલંકારશાસ્ત્રના એક પેપરમાં નિયત થયેલા ત્રણ ગ્રંથમાંનો એક હતો. બીજા બેમાં એક ‘મોચનઃ ધ્વન્યાલોઃ' હતો અને બીજો ગ્રંથ તે ઉપમા અલંકારથી શરૂ કરી ઉત્તરાલંકારની ચર્ચામાં જ્યાં ગ્રંથ અધૂરો રહી જાય છે ત્યાં સુધીનો અંશ (એટલે લગભગ ૫૦૦ મુદ્રિત પાનાં), તે રસગંગાધરના દ્વિતીય આનનનો. કાવ્યાનુશાસનના પહેલા પાઠ પૂ. રસિકભાઈ પરીખ સાહેબનાં ચરણોમાં શીખવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. આ ગ્રંથ “વિવે:' ભણવાનો હતો. પૂ. પરીખ સાહેબ દ્વારા સંપાદિત (પ્રથમ આવૃત્તિ; તે વખતે ડૉ. કુલકર્ણીના સહસંપાદનવાળી દ્વિતીય આવૃત્તિ આવવાની બાકી હતી) ગ્રંથના પહેલા વૉલ્યુમમાં ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ અને આચાર્યશ્રીના જીવન કવન વગેરેનો સંપૂર્ણ પરિચય અપાયો હતો, અને દ્વિતીય વૉલ્યુમમાં સમીક્ષિત આવૃત્તિ અને સાથે મારા અલંકારશાસ્ત્રના બીજા મહાગુરુ પ્રો. આઠવળે સાહેબ દ્વારા લખાયેલી થોડી અંગ્રેજી નોંધ-આટલી સામગ્રી ઉપલબ્ધ હતી. પૂ. રસિકભાઈ, જેમનાં ચરણોમાં પાછળથી મને Ph.D. ડિગ્રી માટે શોધપ્રબંધ તૈયાર કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું, તેમનાં વ્યાખ્યાનોનો લાભ મળ્યો અને આચાર્યશ્રીના પશ્ચિયની શુભ શરૂઆત થઈ. તે પછી વચ્ચે અધ્યાપન દરમ્યાન કાવ્યાનુશાસન અધ્યાય - ૧ અને ૬બી. એ.ની પરીક્ષા માટે નિયત થયા તે ભણાવવાનો લાભ, વળી, M. Phil. માં કાવ્યાનુશાસન નિયત થવાથી તે ભણાવવાનો લાભ પણ મળ્યો. આ રીતે પિરચય સઘન થતો ચાલ્યો. ડૉ. સુશીલકુમાર ડે અને ડૉ. કાણેસાહેબના આચાર્યશ્રી માટેના અભિપ્રાયોમાંથી બહાર આવીને, પૂ. રસિકભાઈના સંસ્કાર કેળવીને આચાર્યશ્રી વિશેના મૂલ્યાંકનમાં તટસ્થ અને સમ્યક્ દષ્ટિ કેળવવા માંડી. દરમ્યાનમાં મારા મિત્ર પ્રા. ડૉ. અમૃતભાઈ ઉપાધ્યાયને, Ph.D. માટે, આચાર્યશ્રીના કાવ્યાનુશાસનનો-આચાર્યશ્રી એક આલંકારિક તરીકેનો વિષય નિયત થયો તેમાં માર્ગદર્શન આપવામાં પરમાત્માએ મને નિયત કર્યો એ ઇષ્ટદેવની અસીમ કૃપા જ હું સમજું છું. હું અને અમૃતભાઈ, હવે તો પૂ. રસિકભાઈ, તથા પૂ. આઠવળે સાહેબનાં દર્શન વિધિવશાત્ અશક્ય બન્યાં હોવાથી, અને પૂ. કુલકર્ણીસાહેબ, મારા ત્રીજા અલંકાર-ગુરુ છેક મુંબઈમાં વસે તેથી નિત્યસાન્નિધ્ય દુર્લભ હોવાથી, અમે બન્ને ભેગા મળી કાવ્યાનુશાસનના અગાધ જ્ઞાન-સાગરમાં સાથે તરવા અને ઊંડી ડૂબકી મારવા પ્રયત્નશીલ થયા અને તેનું સુપરિણામ તે ડૉ. ઉપાધ્યાયનો આચાર્યશ્રી અંગેનો મહાનિબંધ, જે તેમણે અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રકાશિત કર્યો છે. વળી વચ્ચે વચ્ચે સેમિનારોમાં નિમિત્ત મળતાં મને આ જ વિષયમાં લગભગ સાત આઠ સંશાધનપત્રો રજૂ કરવાની પણ તક મળી. ‘કાવ્યાનુશાસન’ તો હજીયે મારે માટે એક અગાધ એવો જ્ઞાનસાગર જ રહ્યો છે પણ તેને માટેનું ખેંચાણ ઉત્તરોત્તર વધતું ચાલ્યું. એ જ્ઞાનસાગરના તળિયે અને સામે પાર તરીને જવાનું કાર્ય તો મારા ‘ગુરુ-શિષ્યત્રયી' સિવાય કોઈનામાં પણ હોઈ શકે એ વાત સ્વીકારવા હું આજેય તૈયાર નથી; પણ કંઈક મારા ગુરુજનોની પ્રેરણાથી, તો વિશેષ પૂજ્ય આચાર્યશ્રી માટેની પૂજ્ય બુદ્ધિથી, તો એથી ય વિશેષ આપશ્રી એ જ પુરાણનગરીની રજકણોને શ્વાસમાં લેતા હતા જેની રજકણોએ મારા વડીલો-પૂર્વજોના પિંડને સાકાર કર્યા હતા, તે પાટણપુરી પુરાણ મારું વતન હોવાથી, વતનને, વતનમાં વસતા મારા નાગરભાઈઓને, વતનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org