________________
ભૂમિકા
આલંકારિક તરીકે આચાર્ય હેમચન્દ્રની સિદ્ધિ-મર્યાદાનું મૂલ્યાંકન એમના કાવ્યાનુશાસન'ના સંદર્ભમાં વિચારવાનું રહે છે. આપણે “કાવ્યાનુશાસન'નો જે પાઠ અહીં સ્વીકાર્યો છે અને જેના સંદર્ભમાં ચર્ચા હાથ ધરી છે તે મૂળ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈની પ્રો. રસિકલાલ પરીખ અને પ્રો. ડૉ. વી. એમ. કુલકર્ણી દ્વારા સંપાદિત દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૪ને અનુસરે છે. આ સંસ્થાએ પ્રસ્તુત ગ્રંથમાં તે મૂળ પાઠ છાપવાની અનુમતિ આપી તે માટે હૃદયપૂર્વકનો આભાર માનું છું. એ અંગેની કાર્યવાહી અમદાવાદની લાદ. પ્રાચ્યવિદ્યામંદિર સંસ્થાએ પાર પાડી તે માટે તે સંસ્થાને પણ ધન્યવાદ.
કાવ્યાનુશાસન' આઠ અધ્યાયોમાં વિભક્ત છે અને સૂત્ર-વૃત્તિ શૈલીમાં લખાયેલો ગ્રંથ છે. પ્રથમ અધ્યાયમાં-૨૫, દ્વિતીય અધ્યાયમાં-૫૯, ત્રીજા અધ્યાયમાં-૧૦, ચતુર્થમાં અને પંચમમાં બન્નેમાં-૯, છઠ્ઠામાં-૩૧, સાતમાનાં-પર અને આઠમામાં-૧૩ સૂત્રો મળીને કુલ ૨૦૮ સૂત્રો છે. આ વ્યાપમાં સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના બધા જ મુદ્દાઓનો વિમર્શ કરાયો છે.
મંગલ શ્લોકમાં આચાર્યશ્રી નોંધે છે કે –
"प्रणम्य परमात्मानं निजं काव्यानुशासनम् ।
आचार्यहेमचन्द्रेण विद्वत्प्रीत्यै प्रतन्यते ॥" પરમાત્માને પ્રણામ કરીને આચાર્ય હેમચન્દ્ર પોતાનું “કાવ્યાનુશાસન વિદ્વાનોની પ્રીતિ માટે પ્રસારિત કરે છે.
આચાર્યશ્રીનો કોઈપણ ગ્રંથની રચના પાછળનો હેતુ જે તે વિષયની પૂર્ણ અને શ્રદ્ધય માહિતી આપવાનો હતો. પ્રસ્તુત કાવ્યશાસ્ત્રીય ગ્રંથમાં પણ તેમણે તે હેતુ પાર પાડ્યો છે અને તે માટે તેમણે ત્રિસ્તરીય નિરૂપણશૈલી અજમાવી છે.
તેમણે કાવ્યાનુશાસનના જે તે મુદ્દાઓને સમજાવતાં સૂત્રો રચી અને મંગલ શ્લોકમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org