________________
આચાર્યશ્રી હેમચન્દ્રવિરચિત || wવ્યાનુશાસન ||
I અધ્યાય - ૧ I. પરમાત્માને પ્રણામ કરીને, વિદ્વાનોની પ્રીતિ માટે, આચાર્ય હેમચન્દ્ર વડે પોતાનું “કાવ્યાનુશાસન' પ્રવર્તિત કરાય છે.
ગ્રંથના આરંભમાં શિણોની રૂઢિ પાળવાને માટે શાસ્ત્રકાર ઉચિત અને ઇષ્ટ દેવતાનું ધ્યાન કરે છે :
સહજ રીતે મધુર પદવાળી, પરમ-શ્રેષ્ઠ અર્થ કહેનારી, અને બધી જ ભાષાઓમાં પરિણમતી જેની વાણીની અમે ઉપાસના કરીએ છીએ. (૧)
રાગ વગેરેને જીતનારા તે (થયા) “જિન”. તેમની આ (વાણી) તે જેની (વાણી); અર્થાત્ જિન વડે પ્રયોજાયેલી. આ દ્વારા તેની કારણશુદ્ધિને લીધે તેની ગ્રાહ્યતા કહે છે. જે બોલાય છે તે થઈ વાણી; જે વર્ણ, પદ, (તથા) વાક્ય વગેરે રૂપે ભાષામાં પરિણમે છે. તેની અમે ઉપાસના કરીએ છીએ. ‘ઉપાસન’ એટલે યોગમાં કહેલ ધ્યાન. અકૃત્રિમ સ્વાદુ એટલે સ્વાભાવિક માધુર્યવાળાં, નામ વગેરે અર્થ દર્શાવનારાં પદો જેમાં છે તેવી (વાણી). સ્વચ્છ, સ્વાદુ, મૃદુ વગેરે ક્યારેક કેવળ ગુણવાચક પણ જણાય છે. અથવા, ‘કૃત્રિમ ન હોવાને કારણે અને પરિષ્કૃત ન હોવાને કારણે જ મીઠાં, તથા મંદબુદ્ધિવાળાને (માટે) પણ કોમળ (=સરળ) જણાતાં પદો જેમાં છે' - તેવો (સમાસન.) વિગ્રહ થઈ શકે. કહ્યું છે કે,
(૧) “બાળક, સ્ત્રી, અજ્ઞાની, મૂર્ખ અને ચારિત્ર્યની આકાંક્ષાવાળા માણસો ઉપર અનુગ્રહ (= કૃપા) કરવા માટે તત્ત્વજ્ઞોએ પ્રાકૃત (ભાષા)માં સિદ્ધાંત પ્રવર્તાવ્યો છે.” [
તે આ ગીત વગેરેને સમાન છે તેમ સમજાવે છે. પરમાર્થ એટલે આત્યંતિક કલ્યાણ - મોક્ષ. તે કહેવાના સ્વભાવવાળી (હોઈ) પરમ અર્થને કહેનારી, દ્રવ્ય વગેરેનો અનુયોગ પણ પરંપરાથી મોક્ષના પ્રયોજનરૂપ હોવાથી, (પરમાર્થનું ક્યન કરનાર મનાય છે). વળી, બધા દેવ, મનુષ્ય (તથા) પક્ષીઓની સુંદર ભાષાઓમાં પરિણમતી, એટલે કે, તન્મયતાને પ્રાપ્ત કરતી (હોવાથી) સર્વ ભાષાઓમાં પરિણત થયેલી (એમ કહ્યું છે). એકરૂપ હોવા છતાં ભગવાનની અર્ધમાગધી ભાષા વાદળાંએ છોડેલ જળની જેમ આશ્રયને અનુરૂપ બની પરિણમે છે. કહ્યું છે કે,
(૨) “દેવો, મનુષ્યો, શબરો અને તિર્યંચ યોનિવાળાઓ ભગવાનની વાણીને (અનુક્રમે) દેવી, માનુષી, શાબરી અને તેરંચી માને છે.”
આ પ્રકારના, જગતને માટે વિસ્મયરૂપ અતિશય (એટલે કે, શ્રેષ્ઠત્વ વિના, એકસાથે અનેક પ્રાણીઓ પર ઉપકાર કરવો શક્ય બનતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org