________________
ત૭
અર્થ સંકલના–
હે પૂજ્ય ! હું સામાયિક કરું છું. તેથી પાપવાળી પ્રવૃત્તિઓને પ્રતિજ્ઞાપૂર્વક છોડી દઉં છું. જ્યાં સુધી હું આ નિયમને સેવું, ત્યાં સુધી મન, વચન અને કાયાવડે પાપવાળી પ્રવૃત્તિ કરીશ નહિ કે કરાવીશ નહિ. અને હે પૂજ્ય ! અત્યાર સુધી તે પ્રકારની જે પાપવાળી પ્રવૃત્તિ કરી હોય, તેમાંથી હું નિવૃત્ત થાઉં છું, તે પાપવાળી પ્રવૃત્તિને હું બેટી ગણું છું અને તે બાબતને આપની સમક્ષ સ્પષ્ટ એકરાર કરું છું. હવે હું પાપવાળી પ્રવૃત્તિ કરનાર મલિન આત્માને છોડી દઉં છું. સૂત્રપરિચય આ સૂત્ર વડે સામાયિક કરવાની પ્રતિજ્ઞા લેવાય છે.
સામાયિક (૧) પ્રશ્ન–સામાયિક શું છે ? ઉત્તર–સામાયિક એક ધાર્મિક ક્રિયા છે. પ્રશ્ન–સામાયિક શબ્દને અર્થ શું ? ઉત્તર–સમયની ક્રિયા. પ્રશ્ન-સમાય છેને કહેવાય ? ‘ઉત્તર–જેમાં સમ એટલે રાગદ્વેષ રહિત સ્થિતિને આય એટલે
લાભ થાય, તેને સમાય કહેવાય. પ્રશ્ન–સામાયિકની ક્રિયા કેણ કરી શકે ? ઉત્તર–સામાયિકની ક્રિયા કેઈ પણ સ્ત્રી-પુરુષ કરી શકે. પ્રિ -તે માટે શું કરવું પડે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org