________________
(૧૨) તેઓ અપાયાપગમાતિશયવાળા હેય છે, એટલે જ્યાં - જ્યાં વિચરે છે, ત્યાંથી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ (દુષ્કાળ), રોગ, : મરકી વગેરે અપાને (અનિષ્ટને) નાશ થઈ જાય છે. પ્રસિદ્ધનો અર્થ શું ? ઉત્તર–જેણે કર્મના સંપૂર્ણ નાશ વડે પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રકટ * કરેલું છે, તેવો આત્મા. પ્રમ–સિદ્ધ ભગવાન કેવી રીતે ઓળખાય છે? ઉત્તર-સિહ ભગવાન નીચેના આઠ ગુણથી ઓળખાય છેઃ
(૧) અનંતજ્ઞાન, (૨) અનંતદશન, (૩) અનંતઅવ્યાબાધ સુખ (4) અનંતચારિત્ર, (૫) અક્ષયસ્થિતિ, (૬) અરૂપીપણું, (૭) અગુરુલઘુ (જેનામાં ઊંચાપણાને કે નીચા
પણાને વ્યવહાર થઈ શકે નહિ) અને (૮) અનંતવીય. પ્રશ્ન–આચાર્ય કાને કહેવાય ? ઉત્તર–જે સાધુ ગચ્છના વડા હોય, આચારનું સારી રીતે પાલન
કરતા હોય અને બીજાને તે આચાર પાળવાનો ઉપદેશ આપતા હૈય, તે આચાર્ય કહેવાય. તેઓ પાંચ ઇંદ્રિના વિષયોને જીતનારા હોય છે, બ્રહ્મચર્યની નવ વાડાનું પાલન કરનારા હોય છે, ચાર પ્રકારના કષાયોથી રહિત હોય છે, પાંચ મહાવ્રતને પાળનારા હેય છે, તથા પાંચ સમિતિ અને ત્રણે ગુપ્તિનું પાલન કરનારા હોય
છે. આમ તેઓ છત્રીશ ગુણ વડે ઓળખાય છે.* પ્રશ્ન-ઉપાધ્યાય કોને કહેવાય ? ઉત્તર–જે સાધુ જ્ઞાન અને ક્રિયાને અભ્યાસ કરાવે તે ઉપાધ્યાય
કહેવાય. તેમની ઓળખાણ નીચેના પચીશ ગુણેથી થાય છે ? અગિયાર અંગશાસ્ત્રો તથા બાર ઉપાંગશાસ્ત્ર ભણાવવા, તેમ જ ચારિત્ર તથા ક્રિયામાં કુશલ થઈને અન્ય સાધુઓને તેમાં કુશલ કરવા. આ ગુણોની ગણના બીજી રીતે પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org