________________
૪
પ્રશ્ન–અરિહંતને અર્થ શો ? ઉત્તર–અરિહંત એટલે રાજા-મહારાજાઓ તથા દેવો વગેરેથી પૂજા
વાને યોગ્ય વીતરાગ મહાપુરુષ. પ્ર–અરિહંતને બીજો અર્થ છે? ઉત્તર–અરિ એટલે શત્રુ અને હેત એટલે હણનાર. જે પરમ પુરુષે
કર્મરૂપી શત્રુને હણ્યા છે, તે અરિહંત. પ્રશ્ન–અરિહંત ભગવાન કેવી રીતે ઓળખાય છે? ઉત્તર–અરિહંત ભગવાન બાર ગુણોથી ઓળખાય છે. પ્રશ–તે કેવી રીતે ?
ઉત્તર–(૧) જ્યાં અરિહંત ભગવાનનું સમવસરણ રચાય છે, ત્યાં દેવ
તાએ તેમનાં શરીરથી બાર ગણું ઊંચું અશોકવૃક્ષ રચે છે. (૨) પુપોની વૃષ્ટિ કરે છે. (૨) દિવ્યધ્વનિથી તેમની દેશનામાં સૂર પૂરે છે, (૪) ચામર વીંઝે છે, (૫) બેસવાને માટે રત્નજડિત સુવર્ણનું સિંહાસન રચે છે, (૬) મસ્તકની પાછળ તેજને સંવરી લેનારું ભામંડળ રચે છે, (નહિ તો અતિ તેજને લીધે ભગવાનનું મુખ જોઇ શકાય નહિ) (૭) દુંદુભિ વગાડે છે અને (૮) મસ્તકની ઉપર ત્રણ મનહર છત્રો રચે છે. આ આઠ ગુણોને આઠ પ્રાતિહાર્ય કહેવામાં આવે છે, કારણ કે તે પ્રતિહારી (રાજસેવક)ની જેમ સાથે રહે છે. (૯) તેઓ જ્ઞાનાતિશયવાળા હોય છે, એટલે સમસ્ત વિશ્વનું સંપૂર્ણ સ્વરૂપ જાણે છે. (૧) તેઓ પૂજાતિશયવાળા હેય છે, એટલે દેવ-દાનવો પણ તેમની પૂજા કરે છે. (૧૧) તેઓ વચનાતિશયવાળા હોય છે, એટલે તેમના કહેવાને અર્થે દેવ, મનુષ્ય અને પશુ (તિર્યંચ) પણ સમજી જાય છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org