SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરોદય જ્ઞાન નાભિની પાસે કુંડલિની નાડી છે. તેની પાછળ વંકનાલ છે. દશમ દ્વારે જવાને માર્ગ તે જ છે. તેનાથી ઊલટા રસ્તે કેઈ જાય તો ત્યાં પહોંચી ન શકે. (૭૪) મુદ્રા, બંધ, આસન વગેરે – રોગ મટાડવા માટે मुद्रा पंच बंध त्रिय जाणो, आसण चोरासी पहिचाणो ।+ ताने आसण *युगपरधान, मूलासग पद्मासण जाण ॥ ७५ ।। પાંચ મુદ્રાઓ તથા ત્રણ બંધને જાણો અને ચોરાસી આસનનું જ્ઞાન મેળવે. તે આસનમાં બે પ્રધાન આસન છે : (એક) મૂલાસન ( સિદ્ધાસન) અને (બીજુ) પદ્માસન. (૭૫) अस्तविस्त वायु संचरे, कारण विशेषे षट कर्म करे । नेती धोती नवली कही, भेद चतुर्थ त्राटक फुनि लही ॥ ७६ ॥ वस्ती पंचम भेद पिछानो, रस कपाल भाती मन आनो। किंचित आरंभ लख इण मांहि, जैनधरममें करीये नांहि ॥७७॥ જ્યારે વાયુ અસ્ત-વ્યસ્ત સંચાર કરતો હોય (અર્થાત્ જે સમયે જે સ્વર ચાલ જોઈએ તે ન ચાલતું હોય) ત્યારે કારણ વિશેષે (તે દોષ દૂર કરવા માટે) ષટકર્મ કરે. + પાંચ મુદ્રાઓ – (૧) બેચરી, (૨) ભૂચરી, (૩) ચાંચરી, (૪) અગોચરી અને (૫) ઉન્મની. ત્રણબંધઃ- (૧) મૂલબંધ, (૨) ઉડ્ડયાન બંધ અને (૩) જાલંધરબંધ. ચોરાસી આસન- સિદ્ધાસન, પદ્માસન, ભદ્રાસન, સ્વસ્તિકાસન, વાસન, ચક્રાસન વગેરે યોગનાં ચોરાસી આસને છે. જિજ્ઞાસુ સાધકે મુકા, બંધ, આસન આદિનું વિવેચન ઈતર યોગગ્રં થે દ્વારા જાણવું માર્ગદર્શન માટે જુઓ : “હયોગ પ્રદીપિકા'. * યુગ = યુગલ કે યુગ્મ અર્થાત બે. રસ ૬ છે – (૧) ખાર, (૨) ખાટ, (૩) ગજે, (૪) તીખો, (૫) કડવો અને (૬) તૂર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy