________________
દય જ્ઞાન
( સિદ્ધ-વંદના)
[ રો ] अज अविनाशी अकल जे, निरंकार निरधार । निर्मल निर्भय जे सदा, तास भक्ति चित्त धार ॥ ४ ॥
સિદ્ધ ભગવંતે કે જેમને પુનર્જન્મ નહીં હોવાથી જેઓ અજ કહેવાય છે, વિનાશ નહીં હોવાથી જેઓ અવિનાશી કહેવાય છે, જેમનું સ્વરૂપ સમજાવી શકાય તેવું (આકલન કરાય તેવું) નહીં હોવાથી જેઓ અકલ કહેવાય છે, જેઓ પેતિ-સ્વરૂપ હેવાથી નિરાકાર કહેવાય છે, જેઓ નિરંજન હોવાથી નિર્મલ કહેવાય છે અને જેઓ સદાય ભયરહિત હવાથી નિર્ભય કહેવાય છે – તેઓની ભક્તિ દૃઢતાપૂર્વક ચિત્તમાં ધારણ કરીને; (૪) जन्म जरा जाकुं नहीं, नहीं सोग संताप । सादि अनंती स्थिति करी, स्थितिबंधनै रुचि काप ॥ ५ ॥
જેઓને જન્મ, જરા, શેક અને સંતાપ નથી, જેમની સ્થિતિની આદિ છે પણ અંત નથી તથા જેઓએ કર્મના સ્થિતિબંધની રુચિ કાપી નાખી છે અર્થાત જેઓએ કર્મના ‘સ્થિતિબંધના કારણને સમૂળ નાશ કર્યો છે; (૫) तीजे अंश रहित शुचि, चरम पिंड अवगाह ।। एक समे समश्रेणिए, अचल थयो शिवनाह ॥ ६ ॥
જેઓની અવગાહના પવિત્ર એવા ચરમ દેહથી ત્રીજા અંશે ન્યૂન પરિમાણવાળી છે, જેમાં એક સમયમાં સમશ્રેણિથી લેકના અગ્રભાગે જઈ અચલ બનીને મોક્ષપદના નાથ થયા છે; (૬) सम अरु विषमपणे करी, गुण पर्याय अनंत । एक एक परदेशमें, शक्ति सुजग महंत ॥ ७ ॥
१ निर्मम। २ थिति। ३ थिति बंधन ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org