________________
સ્વરાય જ્ઞાન
માનવાળી છે અને જેના ચરણમાં વૃષભનું લાંછન છે તેનું તથા અંતિમ તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામી, જેની કાયા સાત હાથના માનવાળી છે અને જેના ચરણમાં સિંહનું લાંછન છે તેનું – એટલે કે આદિ તથા અત્યથી યુક્ત મધ્યવતી સહિત – એવા ચાવીસેય તીથંકરોનું આ પ્રકારે ( ગ્રંથના આરંભમાં ) ધ્યાન કરીએ છીએ. (ગ્રંથકાર) શ્રી ચિદાનંદ કહે છે કે તેમના ધ્યાનથી અવિચલ લીલા અર્થાત્ માક્ષનું શાશ્વત સુખ પામીએ. (૧) ( સરસ્વતી-ચંદ્રના )
[ છપ્પય ]
इक कर वीणा धरत, इक कर पुस्तक छाजे । चंदवदन सुकुमाल, भाल जस तिलक विराजे ॥ हार मुकुट केयूर, चरण नृपुरधुनि बाजे । अद्भुत रूप स्वरूप, निरख मन रंभा लाजे || लीलायमान गजगमनी नित, ब्रह्मसुता चित्त ध्याइये | चिदानंद तस ध्यानथी, अविचल लीला पाइये ॥ २ ॥
જેણે એક હાથમાં વીણા ધારણ કરેલી છે અને જેના એક હાથમાં પુસ્તક શાલે છે, જેનું વદન ચન્દ્ર જેવું સૌમ્ય છે તથા જેના લલાટમાં તિલક વિરાજે છે, જેના દેહ હાર, મુકુટ અને કેયૂરથી અલંકૃત છે અને જેનાં ચરણમાં નૂપુર ઝંકાર કરી રહ્યાં છે, જેનું આવું અદ્ભુત રૂપ તથા આકૃતિ જોઈ ને રંભા પણ મનમાં લજ્જિત થઈ જાય છે એવી લીલાયમાન ગજગામિની બ્રહ્મસુતા( બ્રાહ્મી ) – શ્રીસરસ્વતીનું નિય ચિત્તમાં ધ્યાન ધરીએ. શ્રી ચિદાનંદ કહે છે કે તેના ધ્યાનથી મેાક્ષનું શાશ્વત સુખ પામીએ, (૨)
[ વોહા ]
उदधिसुता सुत तास रिपु, वाहन संस्थित बाल | बाल जाणी निज दीजिए, वचन विलास रसाल || ३ ||
ઉદધિ-સુતા જે લક્ષ્મી, તેના પુત્ર જે પ્રદ્યુમ્ન, તેના શત્રુ જે કાતિ કેય, તેનું વાહન જે મયૂર, તેના પર રહેલી હે ખાલે ! સરસ્વતિ! મને (ચિદાનંદને) પોતાના બાળક જાણી રસવાળા વચન–વિલાસ આપે. (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org