________________
વિષય-પ્રવેશ
ગદ્યબદ્ધ સ્વરદય જ્ઞાન વિચાર કરવાથી જણાય છે કે સ્વરોદયની વિદ્યા એક મોટી પવિત્ર તથા આત્માના કલ્યાણની કરવાવાલી વિદ્યા છે. કેમકે એનો અભ્યાસ કરીને પૂર્વ કાલના મહાનુભાવ પિતાના આત્માનું કલ્યાણ કરી અવિનાશી પદને પ્રાપ્ત કરી ચુક્યા છે. જ, શ્રી જિનેશ્વરદેવ અને શ્રી ગણધર મહારાજ એ વિદ્યાના પૂરા જ્ઞાતા હતા અર્થાત્ તેઓ એ વિદ્યાના પ્રાણાયામ આદિ સર્વ અંગ અને ઉપાંગને સારી રીતે જાણતા હતા. જ કે જેનાગમમાં લખ્યું છે કે “શ્રી મહાવીર અરિહંત પછી ચૌદ પૂર્વધારી શ્રી ભદ્રબાહુસ્વામી જ્યારે થયા હતા તથા તેઓશ્રીએ સૂક્ષ્મ પ્રાણાયામના સ્થાનનું પરાવર્તન કર્યું હતું તે વખતે સમસ્ત સંઘે મલને તેઓને વિજ્ઞપ્તિ કરી હતી ” ઈત્યાદિ.
ઈતિહાસનું અવલોકન કરવાથી જણાય છે કે જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ તથા દાદાસાહેબ શ્રી જિનદત્તસૂરિ આદિ અનેક જૈનાચાર્ય એ વિદ્યાના પૂરેપૂરા અભ્યાસી હતા, તેથી ન્યારા થડા સિકા પૂર્વે આનંદઘનજી મહારાજ, ચિદાનંદજી મહારાજ (કપૂરચંદજી) તથા જ્ઞાનસારજી (નારાયણજી) મહારાજ આદિ મોટા મોટા આધ્યાત્મિક પુરુષ થઈ ગયા છે કે જેના કરેલા ગ્રંથ પરથી જણાય છે કે આત્માના કલ્યાણને વાસ્તે પૂર્વકાલમાં સાધુ લોકો ભેગાભ્યાસથી ઘણી સારી રીતે ક્રિયા કરતા હતા, પરંતુ હાલમાં કઈ કારણોથી તે વ્યવહાર દેખવામાં આવતો નથી. કેમકે પ્રથમ તો અનેક કારણો વડે શરીરની શક્તિ ઘટી ગઈ છે, બીજુ ધર્મ તથા શ્રદ્ધા પણ ઘટવા લાગ્યાં છે, ત્રીજુ સાધુ લોકે પુસ્તકાદિ પરિગ્રહને એકઠા કરવામાં અને પોતાના માન મહિનામાં સાધુત્વ (સાધુપણ) સમજવા લાગ્યા છે, લોભે પણ કાંઈક કાંઈક પિતાનો પજે તેમના પર ફેલાવ્યો છે, કહે, હવે સ્વરોદયજ્ઞાનને ઝગડે શી રીતે સારે લાગે? કેમકે આ કામ તો નિર્લોભીપણાનું તથા આત્મજ્ઞાનીઓનું છે. વલી આ પણ કહી દેવામાં અતિશયોક્તિ નહીં લાગે કે મુનિઓના આત્મકલ્યાણનો મુખ્ય માર્ગ આ છે. હવે બીજી વાત એ છે કે મુનિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org