________________
10
પોતાના આત્મકલ્યાણનો માર્ગ છોડીને અજ્ઞાન સંસારી જનો પર પોતાના ઢોંગ દ્વારા એ પિતાનું સાધુત્વ પ્રગટ કરે છે.
પ્રાણાયામ ગની દશ ભૂમિ છે જેમાં પહેલી જ ભૂમિ સ્વરોદયજ્ઞાન જ છે. આ જ્ઞાનના અભ્યાસ દ્વારા એ મેટા ગુપ્ત ભેદોને મનુષ્ય સુગમતાપૂર્વક જાણી શકે છે તથા ઘણા રોગોની ઓષધિ પણ કરી શકે છે. સ્વરદય પદને શબ્દાથ શ્વાસનું નીકળવું થાય છે, એટલા માટે આમાં માત્ર શ્વાસનીજ એલખાણ કરવામાં આવે છે અને નાક પર હાથને રાખતાંજ “ગુપ્ત વાતનું રહસ્ય ચિત્રની માફક સારું આવે છે, અને અનેક સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે; પરંતુ આ વાત નક્કી છે કે આ વિદ્યાને અભ્યાસ સારી રીતે ગૃહસ્થાથી થઈ શકતો નથી, કેમકે પ્રથમ તે આ વિષય ઘણો કઠીન છે અર્થાત્ આમાં અનેક સાધનની આવશ્યકતા હોય છે, બીજુ આ વિદ્યાને જે ગ્રંથ છે તેમાં આ વિષયનું અતિ કઠીનતાની સાથે ઘણું સંક્ષેપથી વાર્ણન કરેલું છે. જે સર્વ સાધારણ મનુષ્યોથી સમજવામાં આવી શકતું નથી. ત્રીજું આ વિદ્યાના સારી રીતે જાણવાવાલા તથા બીજાને સુગમતાપૂર્વક અભ્યાસ કરાવી શકે એવા પુરુષે પણ વિરલ સ્થલે જોવામાં આવે છે. માત્ર એજ કારણ છે કે વર્તમાન કાલે આ વિદ્યાના અભ્યાસ કરવાની ઈચ્છાવાલા પુરુષ આમાં પ્રવૃત્ત થઈને લાભને બદલે અનેક હાનિઓ કરી બેસે છે, અસ્તુ. આ સર્વ વાતને વિચાર કરી તથા ગૃહસ્થને પણ આ વિદ્યાના કાંઈક અભ્યાસની આવશ્યકતા સમજીને તે ગૃહસ્થથી સિદ્ધ થઈ શકવા ગ્ય આ વિદ્યાનું કાંઈક વિજ્ઞાન અત્રે આપવામાં આવે છે – આશા છે કે ગૃહસ્થ આ પુસ્તકના આધારથી આ વિદ્યાના અભ્યાસ દ્વારા લાભ પામશે, કેમકે આ વિદ્યાને અભ્યાસ આ ભવ અને પરભવ નિઃસંદેહપણે સુખની પ્રાપ્તિ કરાવી શકે છે.
સ્વરદયનું સ્વરૂપ તથા આવશ્યક નિયમ નાસિકાની અંદરથી જે શ્વાસ નીકળે છે તેનું નામ સ્વર છે. તેને સ્થિર ચિત્તે કરી એલખાણ કરી શુભાશુભ કાર્યને વિચાર કરે. રવરનો સંબંધ નાડીઓથી છે. જો કે શરીરમાં નાડીઓ ઘણું છે, પરંતુ તેમાં ૨૪ પ્રધાન છે. તેમાં પણ નવ અતિ પ્રધાન છે. તેમાં પણ ૩ને ઘણી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org