________________
પ્રજનો આપવામાં આવ્યાં છેઃ (૧) ધ્યાનની સિદ્ધિ અને (૨) મનને એકાગ્ર કરીને આત્મ–રમણમાં સ્થિર કરવું તે
શ્રીચિદાનંદજી રચિત “સ્વદય જ્ઞાનમાં તથા ૩૦૦ વર્ષ પહેલાં કવિરાજ શ્રીનેમિદાસ રામજી શાહ પ્રણીત “પંચ પરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલા” માં શેઠશ્રી અમૃતલાલભાઈને સ્વરોદય વિજ્ઞાનની યોગ-સાધનાની દષ્ટિએ પુષ્કળ માહિતી મળી આવી. તેમાં પંચ સમીર, વાયુનાં સ્થાન, પંચ તત્વ, ચાર મંડળ, વર્ણ, સ્પર્શ, ગંધ, રસ વગેરેનું વર્ણન જોવા મળ્યું. તેમાં દ્રવ્ય–પ્રાણાયામ તથા ભાવ–પ્રાણાયામનું સ્વરૂપ સમજાવી ભાવ-પ્રાણાયામની પ્રધાનતા સ્થાપવામાં આવી છે. આ સાધના માટે ઉપયોગી સામગ્રીની સમજણ આપવામાં તેઓએ, શ્રીચિદાનંદજી કૃત રદય જ્ઞાનના ઘણું આધારોની નોંધ પોતાના ગ્રંથમાં કરી છે તથા તે સાથે, આધ્યાત્મિક-વિકાસમાં ચાવી રૂ૫ આ શાસ્ત્રાભ્યાસમાં ગુગમ અને આમ્નાયના અભાવ માટે તેઓએ ખેદ જાહેર કર્યો છે.
શ્રી શુભચન્દ્રાચાર્યના “નાનાવણમાં, શ્રી હેમચન્દ્રાચાર્યના યોગશાસ્ત્રમાં, તથા “પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાળામાં અને શ્રીચિદાનંદજી કૃત “સ્વદય જ્ઞાનમાં સ્વર વિજ્ઞાનને પ્રધાન હેતુ શારીરિક કે ભૌતિક લાભ મેળવવાને નહીં પણ આધ્યાત્મિક વિકાસનું મહત્વપૂર્ણ સાધન પૂરું પાડવાનો છે તેમ સ્પષ્ટ જણુંવવામાં આવ્યું છે. “સ્વરોદય જ્ઞાનમાં પ્રતિપાદિત ભૌતિક સિદ્ધિઓ અને ફળાદેશ, “તેજ – સ્વરોદય', નાથ-સ્વરોદય’, ‘શિવ- દય’ની જેમ ઉપરોક્ત જેન-ગ્રંથમાં પણ જોવા મળે છે; પણ જૈનગ્રંથોમાં પ્રધાનપણે પ્રતિપાદિત અધ્યાત્મ પિષક અભિગમ અન્ય ગ્રંથોમાં તે પ્રકારે જોવા મળતો નથી. જેન-ગ્રંથોની ધ્યાન ખેંચે તેવી આ વિશેષતા લક્ષમાં લઈને શેઠશ્રી અમૃતલાલભાઈએ સ્વરોદય જ્ઞાનને ધ્યાનના વિષયમાં પૂર્તિગ્રંથ તરીકે ગુજરાતી ભાવાનુવાદ તૈયાર કર્યો, જે ગ્રંથાકારે પ્રકાશિત કરતાં અમને આનંદ થાય છે.
સ્વદય જ્ઞાન ની સિદ્ધિ માટે લૌકિક કાર્યોની ભાવના છેડીને, ચિત્તને એકતાન કરીને કરવામાં આવતા પ્રાણાયામ-ધ્યાનની વ્યવસ્થિત સાધના પદ્ધતિ આ ગ્રંથમાંથી મળતી નથી. ગુરુ-મુખથી સ્વરદય જ્ઞાન પરંપરામાં મળતું હોવાથી તેનો આમ્નાય અત્યારે લુપ્ત થઈ ગયું હોય એવું જણાય છે; છતાં કૃતનિશ્ચયી સાધક માટે પ્રગતિ કરવાનું અવશ્ય સંભવિત છે કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org