________________
5
ચિત્તરૂપી દર્પણું જેટલે અંશે સ્વચ્છ થઈ શકે તેટલા અંશે તેમાં જ્ઞાનનું પ્રતિબિં‘ખ પડ્યા વગર રહે નહીં.
‘શિવ સ્વરાદય’માં જે જ્ઞાનને જીવન માટે આવશ્યક, પરમ ઉપકારક, પવિત્ર, સકાય સાધક, સર્વ'જ્ઞાનનું કારણ તથા ગ્રંથ દર્શાવવામાં આવ્યુ છે, જે જ્ઞાન દ્વારા સુયેાગ' હોય ત્યારે યોગ-સાધના કરવાથી શીઘ્ર ફળદાયી બને છે, તે જ્ઞાન પ્રત્યે વાચકને આદરભાવ પ્રગટે અને મુમુક્ષુઓ આત્મકલ્યાણ માટે તેને સદુપયેાગ કરવા પ્રેરાય તે પ્રસ્તુત ગ્રંથ સ્વરોદય જ્ઞાન'ના પ્રકાશનના મુખ્ય આશય છે.
‘સ્વરાદય જ્ઞાન’ના ભાવાનુવાદ તૈયાર કરતી વખતે પાઠાંતરો કઈ કઈ પ્રતના આધારે નેાંધવામાં આવ્યા છે તે જાણી શકયુ
નથી.
શા. ભીમસિંહ માણેક ઈસ્વી સન ૧૯૨૨ માં ‘સ્વરેાદય જ્ઞાન' ગ્રંથ પુસ્તિકા રૂપે ગુજરાતીમાં પ્રકાશિત કર્યાં છે, જેમાં શ્રીચિદાનંદજી કૃત ‘સ્વરાદય જ્ઞાન' પદ્યમાં આપવામાં આવ્યું છે. આ વિષયમાં પ્રવેશ કરવા સરળ પડે તે હેતુથી તેને ગદ્યબદ્ધ કરીને પશુ છાપ્યું છે. આ ગદ્યરચના ગ્રંથા વિષય સુસ્પષ્ટ કરવા માટે ઉપયેાગી જણાતા આ ગ્રંથમાં તેને ‘વિષય-પ્રવેશ’ શીષ ક નીચે સમાવિષ્ટ કરવામાં આવી છે. પરંતુ શ્રીચિદાનંદજીને આધ્યાત્મિક દૃષ્ટિક્રાણુ સમજવા માટે મૂળ રચનાનુ પાન અનિવાય છે.
શ્વાસાચ્છ્વાસની ભૌતિક-ક્રિયા માત્ર પરંપરાગત માન્યતાના ખળ ઉપર સ્વરજ્ઞાનની નિર્દેશક જ નથી તથા તેના વિષ્ટિ જ્ઞાનનુ ક્ષેત્ર વ્યાવહારિક લાભાલાભના ઉપયેાગ પૂરતું જ સીમિત નથી; પરંતુ તેના મૂળમાં આધ્યાત્મિક સમ`ન પડેલું છે. અને આધુનિક વૈજ્ઞાનિક દષ્ટિક્રાણુ પણ તેની યથાતા પૂરવાર કરવા માટે રસપ્રદ માહિતી પૂરી પાડે છે, તે સર્વે ઉપર પ્રકાશ પાડતા સંસ્થાના મેનેજી'ગ-ટ્રસ્ટી શ્રી ચન્દ્રકાન્ત અમૃતલાલ દાશીના મનનીય લેખ સ્વાદય સ્વાધ્યાય' પણ અમે અહીં રજૂ કરેલ છે. તેમાં સ્વર તથા જપયેાગની સાધનાના અનુસ ંધાનમાં પ્રાણાયામ-ધ્યાનની સાત ભૂમિકાઓનું તેઓએ કરેલું નિરૂપણું ધ્યાન કષક છે. પ્રાયઃ લુપ્ત થઈ ગયેલા સ્વાદય જ્ઞાનમાં વિશેષ પુરુષાથ દ્વારા પુનઃજીવનનું સંચારણ કરવા માટે આ લેખ પૂર્વભૂમિકારૂપ છે તદુપરાંત વાચકમાં વિષય પ્રત્યે આદરભાવ કુળવવા માટે તો તે સહાયભૂત છે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org