________________
સંગ રહેલ છે. ભૌતિક સ્તર પર પ્રથમ તે સૂક્ષ્મ શબ્દ વરૂપમાં અથવા મધ્યમા વાણીમાં તથા બાદમાં મન તથા ઈન્દ્રિય વગેરે સાધનોનું નિમિત્ત ગ્રહણ કરીને ઉત્પન્ન થતા સ્થૂલ શબ્દસ્વરૂપમાં અથવા વૈખરી વાણીમાં આવિર્ભાવ પામે છે. સૂક્ષ્મ શબ્દસ્વરૂપે પ્રથમ તે જ્ઞાનશક્તિના મૃતજ્ઞાનરૂપ ઉપગ રૂપે હોય છે. આ ભાવવાણી છે, તેને વિકાસ થાય ત્યારે તે ચિંતન રૂપે પરિણમતું જ્ઞાન બને છે. વાણીરૂપે ઉચ્ચાર પામતા શબ્દમાં આ ચિંતન સ્વયંને પ્રકાશ કરે છે. વાણી, પ્રાણું અને મનના સંયોગથી ઉત્પન્ન થતા શબ્દનો અર્થ એ બાહ્યમાં થતો વિકાસ છે. શબ્દ સાથે અથ જોડાય ત્યારે દ્રવ્ય વાણી પૂણ બને છે તથા તેનો હેતુ સિદ્ધ થાય છે. કંઠમાંથી ઉચ્ચાર પામતો શબ્દ અને લાભ આપે છે અને તેની શક્તિ અનંત અવકાશમાં વ્યાપ્ત બને ત્યારે પુનઃ નાદ સ્વરૂપે સૂક્ષ્મ બને છે. નાદમાંથી ઉત્પન્ન થતી જ્ઞાનમયી શબ્દ શક્તિ અથે પ્રદાન કરવાનું કાર્ય સમાપ્ત કરીને નાદમાં ફરીથી વિલીન થાય છે.
આ શબ્દ શક્તિને જગતના મૂળરૂપ પણ માનવામાં આવી છે તેથી પરમાનંદની પ્રાપ્તિ માટે આ ઇન્દ્રિય પ્રત્યક્ષ જગતનું અતિક્રમણ કરવા માટે શબ્દને એક માત્ર આલંબન માન્ય કરીને જપ સાધનામાં તેનું માહાસ્ય દર્શાવવામાં આવ્યું છે.
જેવી રીતે શબ્દ સાથે અથે જોડાય છે તેવી રીતે અથ સાથે ભાવનું અનુસંધાન થાય છે. મન જ્યારે શબ્દના અર્થ ઉપર ચિંતન કરે છે ત્યારે અનુરૂપ ભાવને ઉદય થાય છે. શબ્દ, અર્થ અને ભાવ મંત્રચ્ચારમાં સંયુક્ત થાય છે તેના કારણે વિશેષ પ્રકારના ભાવને સતત ઉદય થવાથી મનમાં તેવા પ્રકારની ભાવ અવસ્થાનું નિર્માણ થાય છે. અર્થ અને ભાવનું અંતે સૂક્ષ્મમાં પરિણમન થાય છે. તે જ્ઞાન જ્યોતિ છે. જેનું ઊચિત સ્થાને વર્ણન કરવામાં આવશે.
મન અને પ્રાણ પ્રવાહાત્મક છે અને બન્ને શબ્દ સાથે સંબંધ ધરાવે છે. તેથી પવિત્ર શબ્દ અથવા મંત્ર “સ્વ”નું અનુસંધાન કરવાના ઉપાય તરીકે મહત્તવનો બને છે. મંત્રને પુનઃ પુનઃ થતે ભાવપૂર્વકને ઉચ્ચાર મન અને પ્રાણ બન્નેની સંશુદ્ધિ કરે છે એટલે કે તેઓના પ્રવાહમાં રહેલી વિષમતાઓને દૂર કરે છે, તેઓની ગતિને લયબદ્ધ કરી નિયંત્રિત અથવા સમ કરે છે. આ મંત્રની ત્રાણ શક્તિ છે.
16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org