________________
ચતુર્થાં ભેદ છે શાંતિક પ્રાણાયામ ધ્યાન જેમાં ગળું, નાસા તથા મુખના દ્વાર વડે વાયુને નિર્ધકરવાના છે. ચિત્તની ચ ંચળતાને જ્યાં સવિશેષ પ્રભાવ પડે છે તે પ્રાણુના સ્થાનેમાં ધારણા કરીને મનને સરળતાથી ઉપશાંત મનાવવાનેા આશય હોવાથી, આ શાંતિક પ્રાણાયામ ધ્યાન કહેવાય છે. તેનુ કૂળ દેહની કાંતિની વૃદ્ધિ તથા રાનિવારણ માનવામાં આવ્યું છે.
દ્વૈતમત મુજબ સૃષ્ટિના મૂળમાં એ પરમ શકિતએ રહેલી છેઃ એક છે આત્મશક્તિ અને ખીજી છે. પ્રકૃતિ. પ્રકૃતિના અનંત અશા સ્થૂળમાંથી સૂક્ષ્મમાં ગતિ કરી લીન થતાં તથા સૂક્ષ્મમાંથી સ્થૂળ પ્રતિ ગતિ કરી આવિર્ભૂત થતાં—સતત પચભૂતાત્મક સ્વરૂપ ધારણ કરતાં નજરે પડે છે. આ પરમ શક્તિ કાઁવશ સચૈાગ પામે છે અને ચૈતન્યરૂપે, એટલે કે જ્ઞાનક્રિયારૂપ શકિત વિશેષ રૂપે, પ્રકાશ પામે છે. પચવિધિ પ્રકૃતિના અનંત અશા વધતા ઓછા પ્રમાણમાં ગ્રહણ કરીને સંયુકત થયેલી આ પરમ શકિતએ વિધવિધ સ્વરૂપોમાં કાય કરે છે—જેને મન, પ્રાણ, સ્વર, શ્વાસ, શબ્દ, નાદ તથા શબ્દ, અથ, ભાવ, ત્યેાતિ વગેરે, મનુષ્યને થતા અનુભવ અનુસાર સત્તાઓ આપીને, એળખવામાં આવ્યાં છે. સ્વધર્મ અનુસાર ગતિશીલ થતાં તથા અન્યાન્ય પ્રભાવક આ શકિતવશેષો ઉપર પ્રાણાયામ ધ્યાનના શેષ ત્રણ ભેદા સમતા, એકતા અને લીનભાવ, જે ખીજી રીતે કહીએ તેા ચિત્તની સૂક્ષ્મ અને સૂક્ષ્મતર થતી જતી ભાવ અવસ્થાએ છે એ સમજવા માટે, સાધનાના સંદર્ભમાં કંઈક ચિંતન કરવું જરૂરી છે.
ાિ, જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ આત્માની અંતરંગ શક્તિ તે ચિત્તની શક્તિ છે. ચિત્તની ક્રિયાશીલ અવસ્થા મન કહેવાય છે. વિચાર હોય ત્યારે જ મન હાય છે, અન્યથા નહીં. મનનું પ્રેરક ખળ પ્રાણ હાવાથી, પ્રાણ વગર મન હોઈ શકતું નથી. મન શ્વાસ સાથે અને શ્વાસ પ્રાણુ સાથે સ્વાભાવિક ગતિ કરે છે.
સ્વરના અનુસરણાત્મક સ્વભાવ તથા તેના શ્વાસ સાથેના સબંધ ઉપર અગાઉ ચિંતન થયું છે. સ્વર જેનું અનુસરણ કરે છે તે શબ્દ શુ છે? આ શબ્દ તે વાણીની શક્તિ છે જેના ઉદ્ભવનું કારણ પ્રાણશક્તિ અથવા ધ્વનિરૂપે થતું પ્રાણનું સ્ફુરણ છે. આ ધ્વનિ અથવા નાદ માત્ર ભૌતિક નથી. વિશુદ્ધ ચૈતન્યના આશ્રયથી દેહમાં તેની ઉત્પત્તિ થાય છે. જ્ઞાન શક્તિ સ્વયં તેમાં પ્રકાશ પામે છે. આ નાદમાં દ્વિવિધ વ્યક્તિને
Jain Education International
15
For Private & Personal Use Only
www.jainelibrary.org