________________
કહી તેને જે યાનના સંદર્ભમાં મહત્વ દર્શાવવામાં આવ્યું છે તે નોંધપાત્ર છે. આ ઉલ્લેખ અન્યત્ર જાણવામાં આવ્યો નથી. દશ પ્રકારના પ્રાણ તથા સાત પ્રકારના પ્રાણાયામ ધ્યાનનું વર્ણન કરીને ગ્રંથકારે મૌન સેવ્યું છે. તેનું કારણ તે સમયે અન્યત્ર પરંપરાથી આ જ્ઞાનની ઉપલબ્ધિ હેવાની સંભાવના હોઈ શકે છે. પ્રાણાયામના વિષયને ગ્રંથકારે અતિશય અગમ્ય અને પાર ન પમાય તે જણવ્યો છે.
પ્રાણાયામના મુખ્ય બે ભેદ-નિશ્ચય પ્રાણાયામ તથા વ્યવહાર પ્રાણાયામ છે. નિશ્ચય પ્રાણાયામ તે ભાવક્રિયા છે. શ્વાસમાં રેચક, પૂરક તથા કુંભકની જે ક્રિયાઓ થાય છે તેની સાથે આત્મસ્વરૂપના વિચારની સંગતિ કરવામાં આવી છે. આત્મા માટેના હેય ભાવોનું વિરેચન કરવું તે રેચક, ઉપાદેય ભાવને ગ્રહણ કરવા, તેની પૂર્તિ કરવી તે પૂરક, તથા અન્ય સર્વ પદાર્થોને પર માનીને તેના મમત્વનો ત્યાગ કરીને સ્વ-સ્વરૂપમાં મનને સ્થિર કરવું તે કુંભક. નિશ્ચય પ્રાણાયામ તે આદર્શ છે. તે સિદ્ધ કરવા માટેના ઉપાયો તે વ્યવહાર પ્રાણાયામને વિષય છે તેમાં સમગ્ર ગમાગ સમાઈ જાય છે. યોગનો પાંચમે ભેદ વ્યવહાર પ્રાણાયામ છે તેના સાત પ્રકારને ગ્રંથકારે સકલ સિદ્ધિનાં સ્થાન કહ્યાં છે. ગ્રંથનો અતિ વિસ્તાર ન થાય તેથી નામમાત્રથી હું તેને ભાવાર્થ જણાવીશ તેમ જાહેર કરીને વાચકને ગુરુગમથી તેમાં તારું મન લગાડ’ તેવો ઉપદેશ આપીને ગ્રંથકારે સંતોષ માન્યો છે. જે આ ગ્રંથની આભૂષણ સમાન આગવી વિશેષતા છે તે પ્રાણાયામ ધ્યાનને, યથાશક્તિ સમજવા માટે પ્રયત્ન કરીએ.
સ્વરોદય'માં પ્રાણાયામ યાનનાં સાત સ્વરૂપ–ભેદે, સાધનાના સાત તબક્કાઓ દર્શાવવામાં આવ્યા છે. સાધકમાં જ્ઞાનસમાધિ પ્રતિ દોરી જતી આંતરિક યોગ્યતાના વિકાસને ક્રમ આમાંથી જાણી શકાય છે. રેચક, પૂરક અને કુંભકથી કઈ પણ પ્રકારના પ્રાણાયામનું સ્વરૂપ નિશ્ચિત થાય છે. પ્રાણાયામના સર્વ ભેદને તેથી આ ત્રણ સર્વસામાન્ય ભેદમાં સમાવી લેવામાં આવ્યા છે.
પ્રાણાયામની સર્વ ક્રિયાનું પ્રજન મુખ્યત્વે દેહની આંતરિક શુદ્ધિ કરી સ્વારથ્ય મેળવવાનું તથા ચિત્તની ધારણ શક્તિને વિકાસ કરવાનું છે. આંતરિક શુદ્ધિ કરવાથી ચિત્તશુદ્ધિ સધાય છે. તથા ચિત્તશુદ્ધિના પ્રભાવથી દેહની વિશેષ શુદ્ધિ થાય છે. પરસ્પરના યોગથી થતી આ પ્રાથમિક શુદ્ધિ સધના માટેની પૂર્વ શરત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org