________________
૫૮
સ્વદય જ્ઞાન
मघा पूरवाफाल्गुनी, पूर्वभाद्रपद स्वात । कृत्तिका भरणी पुष्य ए, सप्त अग्नि विख्यात ।। २५७ ।।
(૧૫) મઘા, (૧૬) પૂર્વાફાગુની, (૧૭) પૂર્વાભાદ્રપદા, (૧૮) સ્વાતિ, (૧૯) કૃત્તિકા, (૨૦) ભરણ, (૨૧) પુષ્ય – આ સાત નક્ષત્ર અગ્નિ તત્વનાં છે. (૨૫૭) हस्त विशाखा मृगसिरा, पुनर्वसु चित्राय । उत्राफाल्गुण' अश्विनी, अनिलधाम सुखदाय ॥ २५८ ।।
(૨૨) હસ્ત (ર૩) વિશાખા, (૨૪) મૃગશીર્ષ, (૨૫) પુનર્વસુ, (૨૬) ચિત્રા, (૨૭), ઉત્તરાફાલ્ગની, (૨૮) અશ્વિની – આ સાત નક્ષત્રો વાયુ તત્વનાં છે અને તે સુખ આપનારાં છે. (૨૫૮)
તત્ત્વોની ઉત્પત્તિનો ક્રમ नभथी पवन पवन थकी, पावक तत परकास । पावकथी पाणी लखो, मही लखो फुनि तास ॥ २५९ ॥
આકાશથી પવન, પવનથી અગ્નિ, અગ્નિથી જલ અને જલથી પૃથ્વી તત્વ પ્રકટ થાય છે. (૨૫૯)+
તમાં ક્રોધાદિનો ઉદય क्रोधादिक अगनि उदे, इच्छा वायु मझार । क्षात्यादिक गुण मन विषे, जल भू मांहि विचार ॥ २६० ॥
અગ્નિ તત્વના ઉદયથી ક્રોધાદિક થાય છે, વાયુ તત્વથી ઈચ્છાઓ ઉદ્દભવે છે તથા જલ અને પૃથ્વી તત્વથી મનમાં ક્ષમા આદિ ગુણોને વિચાર પ્રગટે છે. (૨૬૦)
૨ ૩ત્તર ગુન V + તત્વોની ઉત્પત્તિનો ક્રમ સૂક્ષ્મમાંથી સ્થૂલ તરફને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org