________________
૪૮
પરમાત્મા અને મહાત્મા પુરુષની અંતરના આદર બહુમાન પૂર્વક સેવા, ભક્તિ, ઉપાસના કરવી તેમની આજ્ઞાનું શુદ્ધ ચિરો પાલન કરવું એજ સાચી સાધના છે. જે સાધનાના પ્રભાવે, માનવ, મહામાનવ બની શકે છે. આત્મા પરમાત્મ સ્વરૂપને પામી શકે છે.
ધ્યાન યોગની સાધના એ પ્રગટ-અપ્રગટ નિજ દોષના નાશ અને ગુણેના વિકાસ માટેની સાધના છે. જીવનમાં આવી સાધના આવે છે, સ્થિર સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે કલપનાતીત અનુભૂતિઓને પ્રારંભ થાય છે. જેને પ્રભાવ સમગ્ર જીવનમાં પ્રસર્યા વિના રહી શકતો નથી. જીવનમાં જેટલા અંશે રાગ-દ્વેષ અને મેહ વગેરે આંતર–દોનું પ્રાબલ્ય ઘટે છે, તેટલા અંશે યેગ-સાધનાને વિકાસ થયે ગણાય.
જે રાગાદિનું પ્રાબલ્ય નબળું પડતું જણાતું ન હોય તે સમજી લેવું ઘટે કે બાહ્ય મન-વચન-કાયાની કે બૌદ્ધિક સ્તરની શક્તિઓને ગમે તેટલો વિકાસ થયો હોવા છતાં તે ધ્યાન-યોગનું તાત્તિવક ફળ નથી. એકાગ્રતા એ તે યોગનું શરીર માત્ર છે, તેને પ્રાણ તે અહંવ મમત્વનો ત્યાગ છે.
ધ્યાનયોગનું યથાર્થ સ્વરૂપ તેમજ તેની સાધનાની યથાર્થ પ્રક્રિયા અને તેની સાધનામાં મગ્ન સાધકના યથાર્થ સ્વરૂપ વગેરેની આ સ્પષ્ટતા વર્તમાનમાં યાન યોગ અને તેની સાધના અંગે જે ભ્રાન્તિઓ પ્રવર્તે છે, તેનાથી ધ્યાન યોગના સાચા અર્થી આત્માઓ બચે એ શુભ આશયથી કરી છે. કે જેથી તેઓ વાસ્તવિક ધ્યાન-ગના મર્મને સમજી–સ્વીકારી એની ઉપાસનામાં ઉત્તરોત્તર અધિક સક્રિય બનીને અખૂટ–અખંડ સર્વજીવ હિતકર સમાધિના સ્વામી બની શકે. આભાર દર્શન :
ધ્યાન-વિચાર’ વિષયક આ વિવેચનમાં આવશ્યક-સૂત્ર-નિર્યુક્તિ ધ્યાન શતક, ગુણસ્થાનક-કમારોહ, યોગ બિંદુ, યોગ પ્રદીપ, નમસ્કાર–સ્વાધ્યાય અને યોગશાસ્ત્રઅષ્ટમ-પ્રકાશ જૈિન સાહિત્ય વિકાસ મંડળ દ્વારા પ્રકાશિત] આદિ અનેક પ્રાચીન ગ્રંથોની સહાય લેવામાં આવી છે. તેમજ કેટલાક અર્વાચીન ગ્રંથો પણ ઉપયોગી બન્યા છે. તેથી તે-તે ગ્રંથના કર્તા પૂજય મહર્ષિએ, એના સંપાદક વગેરેને કૃતજ્ઞ ભાવે આભાર માનું છું, તથા પ્રસ્તુત ગ્રંથનું લખાણ સાઘન્ત વાંચી, વિચારી, તેમાં યોગ્ય સુધારા-વધારા માટે સહુદય-પણે સલાહ સૂચને આપનાર અનેક નામી-અનામી પૂજ્યવર્યો, મુનિવરો, અને વિદ્વાનને પણ હું ભૂલી શકતું નથી. ગ્રંથના લેખન, સંપાદન અને પ્રકાશન આદિમાં પોતાને અમૂલ્ય શક્તિ અને સંપત્તિ આદિથી લાભ લેનાર મહાનુભાની શ્રુતભક્તિની પણ હું હાદિક અનુમોદના કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org