________________
૨૬ (૫) પરાક્રમના વેગે આત્મા પોતાના આત્મપ્રદેશોમાં ઊંચે ગયેલાં કર્મોને નીચે લઈ જાય છે–જેમ છિદ્ર યુક્ત ડબામાંથી તેલને નીચે લઈ જવામાં આવે છે.
(૬) ચેષ્ટાના યોગે આત્મા, સ્વસ્થાને રહેલાં કર્મોને સૂકવી નાખે છે–જેમ તપેલા લોખંડના વાસણમાં રહેલું પાણી સૂકાઈ જાય છે.
(૭) શક્તિના પ્રભાવે આત્માથી કમને અત્યંત વિગ કરવા માટેની આત્મા. ભિમુખતા પ્રગટે છે–જેમ તલમાંથી તેલ છૂટું પાડવા તેને ઘાણીમાં પલવામાં આવે છે. 1 - (૮) સામર્થ્યના પ્રભાવે આત્મા અને કર્મને સાક્ષાત વિયોગ કરવામાં આવે છે જેમ બાળ અને તેલને જુદા પાડવામાં આવે છે.
મોહનીય આદિ કર્માણુઓનો વિપુલ જથ્થો આત્માના પ્રદેશ–પ્રદેશ નીર-ક્ષીરવત્ વ્યાપીને રહ્યો છે, તેને સમૂલ ઉછેદ-કરવા માટે આત્માએ અવિરત પણે ભગીરથ પુરુષાર્થ કરવો પડે છે અને તે પુરુષાર્થમાં ઉત્તરોત્તર પ્રબળતા વધતી જાય તે માટે મગ વગેરેની શુદ્ધિ, જ્ઞાનાદિ આચારોનું સમ્યફ પાલન આદિ આલંબનો ગ્રહણ કરવાં પડે છે. તે આલંબનોને સાધક પોતાના જીવનમાં જેમ-જેમ અપનાવતે રહે છે, તેમતેમ તેનો આંતર–પુરુષાર્થ કમશઃ વૃદ્ધિ પામતે જાય છે
જુદાં-જુદાં આલંબનને લઈને ક્રમિક વિકાસ પામતા આ આતર પુરુષાર્થને જ અહીં યેગ, વાર્ય, સ્થાન, ઉત્સાહ આદિ નામ દ્વારા ઓળખાવવામાં આવ્યા છે. - આ યોગ, વિર્ય આદિના કાર્યને સમજવા માટે એક-બે વ્યવહારૂ ઉદાહરણ જોઈએ.
. શિયાળામાં એકદમ થીજી ગયેલા ઘીને પીગાળવા-પ્રવાહી બનાવવા માટે તેને અગ્નિનો તાપ આપવામાં આવે છે. તાપ લાગવાથી સર્વ પ્રથમ ઘીમાં ઢીલાશ આવે છે, તાપનું પ્રમાણ વધે છે એટલે તેમાં ઉથલપાથલ શરૂ થાય છે અને તે ધીમે ધીમે તરલતાઅભિમુખ બને છે અને તાપની ઉગ્રતા વધતાં તે એકદમ પીગળી જાય છે અર્થાત્ ઓગળી જાય છે.
અથવા કઈ મજબૂત દિવાલમાં ખૂબ ઊંડે સુધી ઊતરી ગયેલા ખીલાને ખેંચી કાઢવો હોય છે તે વ્યક્તિ ખીલાને કાઢવા જરૂરી હથોડાદિ સામગ્રી ભેગી કરે છે. પછી તેને ખેંચી કાઢવાની મહેનત શરૂ કરે છે. પણ ખીલ ખૂબ ઊંડે ઊતરેલો હોવાથી તેના એ કલાના પ્રયત્નથી બહાર નીકળતું નથી. તે જોઈને બીજા માણસે-“ઓર જોર લગાઓ”—વગેરે પ્રેરણાત્મક શબ્દો દ્વારા તેને ઉત્સાહિત કરે છે, એટલે તે વ્યક્તિ વધુ જેસ-જુસ્સાથી ખીલાને બહાર ખેંચી કાઢવા પ્રયત્નશીલ બને છે. મજબૂત પકડ વડે ખીલાને ઊંચ-નીચે કરીને ઢીલો પાડે છે. આમ થવાથી તે ખીલે વધુ ઢીલો પડે છે. દીવાલ સાથેની તેની પકડ ઢીલી પડે છે એટલે તે વ્યક્તિ અતિ ઉત્સાહિત થઈને તે ખીલાને મજબૂત પકડ દ્વારા દીવાલમાંથી બહાર ખેંચી કાઢવામાં સફળ થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org