________________
ध्यानविचार-सविवेचन
[[ ર૭૨ લેક અને અલકમાં રહેલાં સમગ્ર દ્રવ્યો અને તેના સર્વ પ્રદેશ અને પર્યાનાં ત્રિકાલવતી પરિણામેને એકી સાથે જાણવાં અને જોવાની કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં સહજ ક્ષમતા છે; એટલું જ નહિ પણ જગતમાં છે તેના કરતાં પણ અનંતગુણાં અધિક દ્રવ્યો અને પર્યા હોય, તે તે સર્વને પણ જાણવા–જોવાનું સહજ સામર્થ્ય કેવળજ્ઞાન–કેવળદર્શન ધરાવે છે.
કેવળજ્ઞાન વસ્તુના વિશેષ ધર્મને જાણે છે અને કેવળદર્શન વસ્તુના સામાન્ય ધર્મને ગ્રહણ કરે છે.
ચારિત્રગુણની અનંતતા સ્વભાવ રમણતા અને પરભાવનિવૃત્તિરૂપ ચારિત્ર એ “સંવરભાવ સ્વરૂપ છે. સિદ્ધ પરમાત્માની ચેતના – જ્ઞાન, દર્શન અને વીર્યાદિ ગુણની પરિણમન શક્તિ એ સર્વ પરભાવથી વિરામ પામી, માત્ર સ્વભાવમાં જ પૂર્ણતયા સ્થિર થઈ છે. તેથી તેમને સંપૂર્ણ સંવરભાવ સ્વરૂપ ચારિત્ર હોય છે.
આ ચારિત્ર ગુણની અનંતતા, એ અનંત સ્વગુણ પર્યાયની રમતા અને અનંત પર પર્યાયની નિવૃત્તિની અપેક્ષાએ સમજવી.
“સંયમ શ્રેણિનું સ્વરૂપ સમજવાથી ચારિત્ર ગુણની અનંતતા કઈ રીતે છે, તે સરળતાથી સમજી શકાય છે. જિજ્ઞાસુઓએ “વ્યવહારભાષ્ય” વગેરે ગ્રન્થથી તેનું સ્વરૂપ ગુરુગમ દ્વારા સમજવા પ્રયત્ન કરે.
વીર્યગુણની અનંતતા સવ ગુણને સ્વ-વ કાર્યમાં પ્રવર્તાવવામાં વિર્યગુણનો સહકાર અવશ્ય હોય છે. જ્ઞાનને જાણવામાં, દર્શનને જોવામાં, ચારિત્રને રમણતામાં વીર્યગુણ સહાયક બને જ છે. તેથી તેની અનંતતા જ્ઞાનાદિ ગુણની જેમ સમજી લેવી.
આત્માના પ્રત્યેક પ્રદેશે અનંત વીર્યગુણ રહેલું છે. સિદ્ધ ભગવંતેને તે પ્રગટરૂપે હોય છે. સંસારી જીવોને સત્તામાં-અપ્રગટપણે હોય છે.
વીર્યગુણની જેમ આત્માના દાન, લાભ, ભેગ અને ઉપભેગ આદિ ગુણેની પણ અનંતતા સમજી લેવી.
આત્મા, અનંતગુણેને પરસ્પર દાન કરે છે, અનંત લાભ પ્રાપ્ત કરે છે, અનંત પર્યાયને ભેગવે છે અને અનંત ગુણને ઉપભોગ કરે છે.
જેમ વીર્ય ગુણ જ્ઞાનાદિ સર્વ ગુણને જાણવા વગેરે પ્રવૃત્તિમાં પ્રેરક બને છે, તેમ જ્ઞાનાદિ અનંત ગુણે પરસ્પર દાન કરે છે. એ દાનગુણની અનંતતા સમજવી. પરસ્પર એકબીજાની સહાય મેળવે છે –એ લાભગુણની અનંતતા જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org