________________
૨૭૨ ]
ध्यानविचार-सविवेचन એક વાર ભોગવાય તે ભેગ કહેવાય છે. આત્મા પ્રતિસમય નવા-નવા પર્યાયને ભોગવે છે. એ ભોગગુણની અનંતતા છે અને ગુણે વારંવાર ઉપભેગમાં આવે છે, એ ઉપભોગ ગુણની અનંતતા છે.
આ રીતે સિદ્ધ પરમાત્માના અનંત ગુણેની અનંતતા કેવળી ભગવંતે સાક્ષાત જાણે છે, છતાં વચન દ્વારા પૂર્ણતયા તેને કહી શકતા નથી.
સિદ્ધ પરમાત્મા સર્વ સંગથી રહિત અને નિરાવરણ હોવાથી નિર્મળ છે, પૂર્ણ છે.
અનંત, નિર્મળ અને સંપૂર્ણ પ્રભુતામય સિદ્ધ સ્વરૂપનું ચિંતન કરવાથી સામર્થ્ય ગરૂપ પ્રબળ વીર્ય પ્રગટ થાય છે. જેના પ્રભાવે “સિદ્ધિ અને પરમ સિદ્ધિ ધ્યાન કરવાની સહજ શક્તિ ખીલે છે અને ક્રમશઃ આત્મા સિદ્ધ સ્વરૂપના ધ્યાનમાં તન્મયતા પ્રાપ્ત કરીને પોતાના આત્માનું પણ સત્તા સિદ્ધ સ્વરૂપે ધ્યાન કરે છે. તે ધ્યાનના બળે કિલષ્ટ કર્મોને ક્ષય થાય છે અર્થાત્ જેમ ઘાણીમાં તલ પીલીને ખેળ અને તેલ જુદાં પાડવામાં આવે છે, તેમ આત્મ-પ્રદેશ સાથે ચૂંટીને રહેલાં કર્મોને સામર્થ્ય યોગ વડે જુદાં પાડી તેનો સર્વથા વિયોગ કરવામાં આવે છે.
આ રીતે સિદ્વાયતન અને સિદ્ધસ્વરૂપનું ચિંતન એ સામર્થ્યોગને પ્રગટાવનાર હોવાથી તેના આલંબનભૂત છે.
ગ્રન્થ-સમાપ્તિમાં મંગળને માટે પણ સિદ્ધાયતનનું અને સિદ્ધ ભગવંતેનું ચિંતન અને ધ્યાન કરવાનું ગ્રન્થકારશ્રીએ સૂચન કર્યું છે.
- પરમપદની સાધનામાં નિપુણતા કેળવીને, પરમસિદ્ધિ ધ્યાનમાં સફળ નીવડી, સર્વ મંગળકારી પદને પામવાનું છે.
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org