________________
૨૭o ]
ध्यानविचार-सविवेचन જેમ-જેમ આગળ વધતું જાય છે, તેમ-તેમ ક્રમશઃ પ્રગટતું જાય છે. સર્વ કર્મોથી સર્વથા મુકત થતાં અને તે સુખ પૂર્ણતયા પ્રગટરૂપે અનુભવાય છે.
સિદ્ધિના સુખની અનંતતા સિદ્ધ પરમાત્માના એકએક પ્રદેશે અનંત અવ્યાબાધ સુખ પ્રગટ થયેલું હોય છે. તેમના એક પ્રદેશમાં રહેલા સુખના એક-એક પર્યાયને એક-એક આકાશમાં ગોઠવવામાં આવે, તો પણ તે સમગ્ર કાકાશમાં સમાઈ શકે નહીં.
“એક પ્રદેશમાં સુખ અનંતુ, તે પણ કાકાશે ન માને.”
આ પદ-પંક્તિ પણ આપણને સિદ્ધ પરમાત્માના સુખની અનંતતા કેવી હોય છે, તે બતાવે છે. જે સિદ્ધ પરમાત્માના એક પ્રદેશમાં આટલું અનંત સુખ રહેલું છે, તે સિદ્ધ પરમાત્માના અસંખ્ય આતમ-પ્રદેશોમાં રહેલા સુખને શબ્દોમાં શી રીતે વર્ણવી શકાય?
સિદ્ધ પરમાત્માના સુખને આછો અંદાજ આપતાં જ્ઞાની પુરુષ ફરમાવે છે કે “સમગ્ર દેવ અને મનુષ્યના ત્રણે કાળનું સુખ એકત્ર કરવામાં આવે, તેમજ તેને અનંત વગે કરવામાં આવે, તે પણ સિદ્ધ પરમાત્માના એક-સમય માત્રનું સુખ પણ તેના કરતાં અનંતગુણું અધિક હોય છે.”
સિદ્ધ પરમાત્માનું સુખ સહજ, સ્વતંત્ર, એકાન્તિક, આત્યંતિક, અકૃત્રિમ, નિરૂ પચરિત, નિદ્ધ, અહેતુક અને અપ્રયાસી હેય છે.
જે સુખ મેળવવા માટે બીજા અને દુઃખ પહોંચતું હોય, મેળવ્યા પછી ભાગવવા માટે ઈન્દ્રિયાદિની આધીનતા સ્વીકારવી પડતી હોય, તેમ છતાં જે આષાઢી વીજળી જેવું ક્ષણિક નીવડે અને દીર્ઘ કાળના દુઃખનું બીજ બને, તેને “સુખ” કહેવાય જ શી રીતે !
આપણે સિદ્ધ પરમાત્માના સુખના ચિંતન-મનન અને ધ્યાનમાં વધુને વધુ એકાગ્રતા કેળવવી જોઈએ.
જ્ઞાનદર્શનની અનંતતા આ વિરાટ વિશ્વમાં દ્રવ્ય-પદાર્થો અનંત છે, તેનાથી પ્રદેશ અનંત છે, સર્વ પ્રદેશથી પણ સર્વ ગુણે અનંત છે અને સર્વ દ્રવ્યમાં રહેલા સર્વ ગુણોથી પણ પર્યાયે અનંતા છે.
આ બધી સંખ્યાને સરવાળે કરતાં જે સંખ્યા આવે, તેને તે જ સંખ્યા વડે ગુણવાથી જે અનંત રાશિ આવે તેના કરતાં પણ કેવળજ્ઞાન અને કેવળદર્શન અનંતગુણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org