SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૨] ध्यानविचार-सविवेचन તપના છ બાહ્ય અને છ આત્યંતર એમ બાર પ્રકાર છે, તે આ પ્રમાણે :બાહ્યત૫ના છ પ્રકાર : (૧) અનસન – આહારનો ત્યાગ કરવો. નવકારશીથી લઈને એકાસણુ, આયંબીલ, ઉપવાસ યાવત્ માસક્ષમણ આદિ તપ અનસનરૂપ છે, (૨) ઉણાદરી – પોતાના ચાલુ ખેરાથી ઓછું ખાવાને વિવિધ પ્રકારથી નિયમ રાખ. (૩) વૃત્તિ-સંક્ષેપ - વૃત્તિ એટલે દ્રવ્ય અથવા આહાર-પાણીની વસ્તુઓ–તેને સંક્ષેપ એટલે ઘટાડે કરવો, ખાન-પાનની ચીજોની સંખ્યા ઘટાડીને મર્યાદિત કરવી. (૪) રસત્યાગ – શરીરની ધાતુઓને પુષ્ટ કરે, તેને “રસ' કહે છે. જેમ કે-દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ અને પકવાન. તેને અમુક મર્યાદામાં અથવા સંપૂર્ણ ત્યાગ કર. (૫) કાય- કલેશ – કપટ સહન કરવું. મન અને ઈન્દ્રિયોના વિકારોનું સમજપૂર્વક દમન કરવું એ કાયિક કષ્ટનું પ્રયોજન છે. (૬) સંલીનતા – ઈદ્રિય અને કષાય પર જય મેળવવાના હેતુથી શરીરના અંગો સંકેચવાં-મન, વાણી અને કાયાની અસત્ પ્રવૃત્તિ કરવી – સંકેચવી. આ છ પ્રકારને બાહ્ય(સ્થળ) તપ એ આત્યંત૨ તપનો હેતુ છે. બાહ્ય તપના સેવનથી શરીર ઉપરનું મમત્વ અને આહારની લાલસા ઘટે છે. પરિણામે ઈન્દ્રિય ઉપર વિજય અને શારીરિક રોગોને અભાવ થાય છે. સંયમની ક્રિયા અને યોગ સાધનામાં સ્કૃત્તિ–ઉલ્લાસ વધવાથી નિકાચિત પ્રાયઃ દુષ્ટ કર્મોની પણ નિર્જરા ઈત્યાદિ અનેક લાભ થાય છે. આત્યંતર તપના છ પ્રકાર: (૧) પ્રાયશ્ચિત્ત – અપરાધ દોષની શુદ્ધિ કરે, પાપનો છેદ કરે તે “આલેચના આદિ નવ પ્રકારનું પ્રાયશ્ચિત્ત તપ છે. (૨) વિનય – જ્ઞાની ગુણી ઉપકારી આદિન, મિક્ષનાં સાધનો, યથાવિધિ આદર, બહુમાન, ભક્તિ, આરાધના કરવાં. (૩) વૈયાવૃત્ય - આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન વગેરેની સેવાશુશ્રુષા કરવી. (૪) સ્વાધ્યાય-આત્મહિતકર એવાં શાસ્ત્રો, ગ્રન્થનું અધ્યયન, અધ્યાપન કરવું તથા વાચના, પૃચ્છના. પરાવર્તાના, અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં તત્પર રહેવું. (૫) ધ્યાન – ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. વિવિધ વિષયોમાં ભટક્તા ચિત્તની કઈ એક વિષયમાં સ્થિરતા-એકાગ્રતા તે દયાન છે. ચાર પ્રકારનાં દયાનમાંથી પ્રથમનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy