________________
ध्यानविचार-सविवेचन
[२४१ ચારિત્રાચારના આઠ પ્રકાર વળિદ્દાળ-ગોળ-કુત્તો, વંહિં મિહિં તદું જુદું / एस चरित्तायारो, अढविहो होइ नायव्यो ।। ३ ॥
ચિત્તની સમાધિપૂર્વક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વડે (અર્થાત્ પાંચ સમિતિ ત્રણ ગુતિ રૂપ આઠ પ્રવચન માતાનું પાલન કરવું તે) આઠ પ્રકારને ચારિત્રાચાર જાણ.
સમિતિને અર્થ છે સમ્યગ પ્રવૃત્તિ, તે પાંચ પ્રકારની છે. ગુપ્તિનો અર્થ છે, પ્રશસ્ત નિગ્રહ કે નિવૃત્તિ, તેના ત્રણ પ્રકાર નીચે મુજબ છે –
(૧) -સમિતિ – અચિત્ત પૃથ્વી ઉપર સાડા ત્રણ હાથ લાંબી દષ્ટિ રાખી, કઈ જીવને આઘાત, પીડા, ત્રાસ ન થાય તેવી કાળજી રાખીને ગમનાગમન કરવું.
(૨) ભાષા-સમિતિ – હિતમિત મધુર અને નિરવદ્ય વચન બોલવું. કઠોર માર્મિક ભાષા ન બેલવી. ઊઘાડા મુખે ન બોલવું.
(૩) એષણ – સમિતિ–વસ્ત્ર, પાત્ર, આહાર આદિ શાસ્ત્રવિધિ મુજબ બેતાળીસ દેષ ટાળીને ગ્રહણ કરવાં વગેરે.
(૪) આદાન-નિક્ષેપ સમિતિ – વસ્ત્ર, પાત્ર, ઉપકરણ વગેરે જયણ સાવધાની પૂર્વક લેવા-મૂકવાં.
(૫પારિઠા પનિકા-સમિતિ – મલ, મૂત્ર, લેબ્સ, વગેરે નિર્જીવ ભૂમિ ઉપર જયણા–ઉપયોગ પૂર્વક પરઠવવાં-ત્યાગ કરવાં.
(૬) મને-ગુપ્તિ – મનને પ્રશસ્ત નિગ્રહ. મનને દુષ્ટ સંક૯પમાં અથવા અશુભ વિચારોમાં પ્રવર્તાવા ન દેવું, સમભાવમાં સ્થિર કરવું.
(૭) વચન-ગુપ્તિ – વાણુને સંયમ. મૌન પાળવું, ખાસ જરૂર વિના ન બેલવું.
(૮) કાય-ગુધિત – કાયાને પ્રશસ્ત નિગ્રહ. કાયાના હલન-ચલન ઉપર અંકુશ રાખો. સામાન્ય રીતે સમિતિ શુભ પ્રવૃત્તિ પ્રધાન છે અને ગુપ્તિ શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ સરરૂપ છે. આ આઠ આચારોના યથાર્થ પાલનથી આત્માને ચારિત્ર–ગુણ વિકસે છે.
તપાચારના બાર પ્રકાર अणसणमूणोअरिया वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य, बज्झो तवो होइ ॥३५।। पायच्छित्तं विणओ, वेयावच्च तहेव सज्झाओ । झाणं उत्सग्गोऽवि अ, अभितरओ तवो होइ ॥३६।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org