________________
૨૨૨ ]
ध्यान विचार-सविवेचन અર્થ નિર્ધારણીકરણ વગેરે આઠ પ્રકાર છે “ધારણા એટલે (પદાર્થના જ્ઞાનની) અવિસ્મૃતિ, તેને અભાવ એ નિર્ધારણીકરણ છે.
કહ્યું છે કે – “ચિત્ત એ ભૂત, ભાવિ અને વર્તમાન એમ ત્રણે કાળના અને સામાન્યથી જાણે છે,
“ચેતના” પ્રત્યક્ષ-વર્તમાનકાલીન અને જાણે છે. સંજ્ઞા અનુમરણને કહે છે કે જે પદાર્થ પહેલાં જે હેય.
‘વિજ્ઞાન” અનેક પ્રકારનું છે. અનેક ધર્મવાળા પદાર્થમાં તે-તે વિશિષ્ટ ધર્મરૂપે જે પ્રકારનું જ્ઞાન થાય છે, તેને “વિજ્ઞાન” કહેવાય છે
“ધારણા અસંખ્યાત અને સંખ્યાત કાળ સંબધી હેાય છે.
આ કરણમાં ધારણાના પ્રથમ પ્રકાર “અવિશ્રુતિ' ને અભાવ થાય છે. વિવેચન :- જેન દર્શનમાં જ્ઞાનના પાંચ પ્રકાર દર્શાવ્યા છે : (૧) મતિજ્ઞાન, (ર) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન. તેમાં મન અને ઈન્દ્રિયોની સહાયથી થતા બોધને “મતિજ્ઞાન” કહે છે. આ મતિજ્ઞાનના મુખ્ય ચાર ભેદ છેઃ (૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અપાય અને (૪) ધારણા. કંઈક છે – એવું અવ્યક્ત જ્ઞાન તે અવગ્રહ છે. “આ અમુક વસ્તુ હેવી જોઈએ –એવું સંભવાત્મક જ્ઞાન તે ઈહા છે. “આ અમુક વસ્તુ જ છે ” –એવું નિર્ણયાત્મક જ્ઞાન તે અપાય છે. વસ્તુને નિર્ણય થયા પછી તેને ઉપયોગ ટકી રહે – તે ધારણા છે. આ “ધારણના ત્રણ પ્રકાર છે ઃ (૧) અવિશ્રુતિ, (૨) વાસના અને (૩) સ્મૃતિ. પદાર્થને નિર્ણય થયા પછી તેને ઉપયોગ ટકી રહે તેને “અવિસ્મૃતિ ધારણું' કહે છે.
અવિસ્મૃતિ ધારણ દ્વારા અર્થાત ઉપગના સાતત્યથી આત્મામાં તે વિષયના સંસ્કાર પડે છે. આ સંસ્કાર એ જ “વાસના–ધારણ” છે.
આત્મામાં પડેલા સંસ્કાર તેવાં નિમિત્તો મળતાં ફરી જાગૃત થાય છે, એથી પૂર્વાનુભૂત પદાર્થ કે પ્રસંગનું સ્મરણ થાય છે, તે “મૃતિ-ધારણ છે.
અમૃતિમાં કારણ વાસના (સંસ્કાર) છે. જેના સંસકાર આત્મામાં ન પડ્યા હોય, તેને કદી સ્મરણ થતું નથી અને વાસના સતત ઉગરૂપ અવિશ્રુતિ ધારણાથી ઉત્પન્ન થાય છે.
ધારણાના ત્રણ ભેદમાંથી પ્રથમ ભેદ “અવિશ્રુતિ ધારણ” ને અભાવ આ કરણમાં થાય છે. પૂના “નિવિજ્ઞાનીકરણ” માં બાહ્ય વસ્તુના જ્ઞાનને અભાવ થયો હોવાથી તેના પછીના આ નિર્ધારણીકરણ માં અંતમું દૂત કાળ સુધી ટકી રહેનાર પદાર્થજ્ઞાનના ઉપયોગને અર્થાત અવિશ્રુતિ ધારણાને અભાવ થાય છે. તેને લઈને સાધકને આત્માનુભવની લીનતામાં વિશેષ વૃદ્ધિ થાય છે.
ધારણાના શેષ બે ભેદો – સ્મૃતિ અને વાસનાને અભાવ આગળના કારણોમાં બતાવવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org