________________
[ ૨૨૧
ध्यानविचार-सविवेचन (૪) સર્વ-નિચેતનીકરણ. (૫) નિચેતનભવન, (૬) મહા-નિચેતનભવન, (૭) પરમ-નિચેતનીભવન,
(૮) સર્વ નિચેતનીભવન. જે છે, છે ને છે જ, તે શાશ્વત આત્મામાં સમગ્ર ચેતનાનું વિલીનકરણ અથવા સર્વ શે સમાઈ જવું તે આ કરણને સુચિતાર્થ છે. ઉન્મનીકરણ અને નિશ્ચિત્તીકરણ અવસ્થા પછી આ અવસ્થાને લાયક બનાય છે,
(૪) નિઃસંજ્ઞીકરણ મૂળપાઠ:–અર્વ નિ:સંજ્ઞીકળમિલ્હાર ૮,
आहारादिगृद्धय भावरूपम् ।
अनेन प्रमत्तादीनामाहारं गृह्यतामपि गृद्धयभावः ॥ ४ ॥ અર્થ : ચોથું નિઃસંજ્ઞીકરણ આદિ આઠ પ્રકારે છે અને તે આહારાદિની લોલુપતાના અભાવરૂપ છે.
આ કરણની ભૂમિકામાં ધ્યાનમગ્ન અપ્રમત્ત મુનિઓને આહાર વગેરે ગ્રહણ કરવા છતાં તેમાં આસક્તિ હોતી નથી.
વિવેચન-સંજ્ઞાને અર્થે અનુસ્મરણ છે. પૂર્વે અનુભવેલા પદાર્થોને જોતાં, “તે જ આ વસ્તુ છે જેને મેં પૂવે જોઈ–અનુભવી હતી – આવું જ્ઞાન તે અનુસુમરણ અર્થાત સંજ્ઞા કહેવાય છે. નિઃસંસીકરણ”માં સંજ્ઞાને અભાવ થવાથી, આહારની લોલુપતા-આસક્તિને પણ અભાવ થાય છે
પ્રત્યેક સંસારી જીવને આહારદિની સંજ્ઞાઓ ઓછી-વધતા અંશે હોય જ છે. એ સંજ્ઞાને વશ જીવને સુંદર–સ્વાદિષ્ટ ભજન વગેરેની સામગ્રી જોતાંની સાથે રસલુપતા જાગે છે. અનુભૂત આહારદિના રસોનુ કે ભોગોનું અનુસ્મરણ થાય છે. આ પૌગલિક સુખોની સ્મૃતિ, રતિમાં પરિણમીને જીવને અગામી બનાવે છે–આત્મિક સુખથી વંચિત બનાવે છે.
આત્માના રસને વિષય આત્મા જ છે, પર પદાર્થો નહિ.
સાધક-જીવનમાં આહારાદિ સંજ્ઞાઓ ઉપર પણ પ્રભુત્વ સ્થાપ્યા વિના સાધનામાં શુદ્ધિ અને સ્થિરતા આવતી નથી.
સંજ્ઞા-જય માટે તે નિરંતર અભ્યાસરત સાધક જ સાધનામાં સંગીન પ્રગતિ સાધી શકે છે, જે ધ્યાન-વિશેષથી સંજ્ઞાનું વિલીનીકરણ થાય છે, તે આ નિઃસંજ્ઞીકરણ છે.
ઊંડી બે ખીણ વચ્ચે બાંધેલા સુતરના દોરા પર ચાલીને ખીણ પાર કરવી તે તેટલું કઠિન કાર્ય નથી, જેટલું કઠિન પરમ વિશુદ્ધ આત્મધ્યાનની સાધનાની સિદ્ધિ કરવાનું કાર્ય છે.
તેમ છતાં માનવભવમાં જ આ સાધના શક્ય છે. એ શાસ્ત્રસત્યમાં અડગ નિષ્ઠાવાળા મહાનુભાવ ઐહિક લાલસાઓથી અંજાયા સિવાય, આ માર્ગે દૃઢ મનોબળ સાથે ચાલીને, ઈષ્ટની દિશામાં આગળ વધતા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org