________________
૨૮૨]
ध्यानविचार-सविवेचन મળ, મૂત્ર, લોહી, માંસ, મેદ આદિ પદાર્થોની કેઠી જેવા દેહને ગમે તેટલો સાચવો, તેમાં કેસરીયાં દૂધ રેડે, તેને કીમતી ભમે વડે પુષ્ટ કરો, તેમ છતાં સડવાપડવાને તેને જે સ્વભાવ છે, તેમાં રતિભાર ફેર પડતો નથી.
દુનિયા તેને જ કાયર કહે છે, જે કેવળ પિતાની કાયામાં રત હોય છે.
આત્મચિંતા વગરના મનવાળા માનવના દેહ કરતાં મન વગરનાં પશુઓના દેહ અપેક્ષાએ સારા લેવાનું શાસ્ત્રકથન ઘણું જ મહત્વનું છે. તેને સાર એ છે કેદેહના દાસ ન બને, બનશે તે કાયમી દાસત્વ તમારા લલાટે લખાઈ જશે, અનંતા જન્મ-મરણ તમારે કરવો પડશે.
જે ખરેખર નાશવંત છે, તેની સાથે સંબંધ પણ તેવા પ્રકારનો રાખવો જોઈએ, જેવો સંબંધ દેહ ઉપરનાં વસ્ત્ર સાથે રાખીએ છીએ કે જે ધારણ કરતાં કે ઉતારી દેતાં મન–પ્રાણ આદિને જરા પણ વ્યથા પહોંચતી નથી.
દેહની મમતા પિષવાથી આત્માની ઉપેક્ષા જ થાય છે.
આ રીતે ભવ-ભ્રમણ ચિંતન, વિષય-વૈમુખ્ય ચિંતન અને શરીર–અશુચિતા ચિંતન કરવાથી જીવને, વૈરાગ્યનાં પરિણામ અવશ્ય પ્રગટે છે. આ વૈરાગ્ય ભાવનાના અભ્યાસથી ધ્યાનમાં નિશ્ચલતા આવે છે.
જ્ઞાનાદિ ચારે ભાવનાઓથી ધ્યાનની ઉત્પત્તિ અને પુષ્ટિ થાય છે, તેથી તે ધ્યાનના પૂર્વભ્યાસરૂપ છે. તેના અભ્યાસથી ધ્યાનમાં સરળતાપૂર્વક પ્રવેશ થઈ શકે છે.
અભ્યાસમાં આતરે ન પડવો જોઈએ, પણ નિત્ય નિયત સમયે તે ચાલુ રાખવો જોઈએ.
અંતરાયને આધીન થવાય છે તે અભ્યાસમાં ઊંડાણ પ્રાપ્ત થવાની શક્યતા ઓછી થઈ જાય છે..
આવા અંતરાયમાં પ્રસાદ મુખ્ય છે, જે હમેશાં સંસારના પક્ષમાં રહીને, આત્માને ઊંચે ચઢવા દેતો નથી.
માટે સતત અભ્યાસની ખાસ રુચિ પ્રગટાવવી જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org